________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ક્રિયાઓમાં શ્રદ્ધાપૂર્વક તત્પર બને. વલેપાત–પરિતાપ કરવાથી દુ-વિડંબના કદાપિ ટળતી નથી. ટળશે પણ નહી. દુઃખ-સંકટ પસંદ પડતા ન હોય તે, અગર તેઓની ભીતિ લાગતી હોય તે, પ્રથમથી પાપના કારણે સે નહી. નીતિ-ન્યાયના માર્ગે ગમન કરે, તે મુજબ વર્તન કરવાથી દુખે આવશે નહીં. તેવાં કારણે સેવ્યાં તે દુઃખ હાજર થાય; તેમાં શેક પરિતાપ કરે તે અધિક દુઃખને લાવવાને ઉપાય છે. માટે પ્રથમજ પાપ કરવા નહીં. અને નીતિને સાથે રાખી ધાર્મિક ક્રિયાઓ કરવી. જગતમાં કચા પ્રાણુઓને સંકટ આવતા નથી–મહાન તીર્થકરને પણ ઉપસર્ગ પરિસહોને સહન કરવા પડ્યાં છે; તે વખતે તે મહાશયે એ શેક સંતાપાદિક કર્યા નથી. પણ ભાવનાઓને ભાવી તે દુઃખેને સહન કરીને નિવારવાની તાકાત મેળવી છે, તેથી જ તેઓ, પરમાનંદના હાવા લેવા ભાગ્યશાલી બન્યા છે. તમે પણ તેમના માર્ગને અનુસરી, ભાગ્યને વધારી, કમેને નિવારી, આનંદમાં ઝીલે.
૪૪ સુંદર સંસ્કૃતિનું તથા સગુણેનું મૂલ કારણું જે કઈ હેય તે સંયમ ગુણ છે. એટલે વૈર્ય, ગંભીરતા, નમ્રતા, સરલતા, સહિષ્ણુતા, નિરભિમાનતા, અમમત્વ વિગેરે સગુણને આપે આ૫ આવવાને અવકાશ મળે છે, અને તે આવેલા સદૂગુણે, કામ, ક્રોધ, ઈષ્ય–અદેખાઈ વિગેરેના દુર્ગુણોને હઠાવવા સમર્થ બને છે. આ કારણથી સંયમની આરાધનાની દરેક માનવ કે દાનવને આવશ્યકતા છે. વ્યાવહારિક કાર્યોમાં પણ શકય સંયમ સિવાય સુખશાંતિની પ્રાપ્તિ થવી અશકય છે. સંયમ વિનાના માનવીને ભલે શ્રીમંત શેઠ અગર ચક્રવતી કે
For Private And Personal Use Only