________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યાનંદની પ્રાપ્તિ થાય છે અને જન્મ-જરા-મરણના અને તેના ઉત્પન્ન થએલ આધિ-વ્યાધિના દુખે ટળે છે.
૭૫. વધારે જે ઉપાડીને ચાલતાં ઘણું કષ્ટ પડે છે, અને સુગમતાથી તેમજ સરલતાએ મુસાફરી તે કરી શકો નથી. તે પ્રમાણે કર્મોના બેજાને ઉપાડી ચાર ગતિમાં મુસાફરી કરનાર પ્રાણીઓને સુખ હેય ક્યાંથી? માટે બે દૂર કરે !
૭૬, સત્યસુખને પ્રાપ્ત કરવા માટે પ્રથમ સાધનની આવશ્યકતા રહેવાની જ. સાધન વિના સાધ્ય પ્રાપ્ત થતું નથી, માટે પ્રથમ સાધ્યના સાધન તરીકે આત્માને બરાબર ઓળખે. રીતસર આત્માને ઓળખ્યા પછી સત્ય સુખને આવતાં વાર લાગશે નહી. અદ્યાપિપર્યત આપણે આત્માને ઓળખે નથી તેથી સત્યસુખ મળ્યું નહી. જગતના પદાર્થો જાણ્યા પણ એક આત્માને જાણે નથી, તેથી એકડા વિનાની જે સ્થિતિ મીંડાઓની થાય છે તેવી સ્થિતિ આપણી થઈ છે.
આત્મવરૂપની ઓળખાણમાં ઘણા વિદને આવીને ઉપસ્થિત થાય છે એટલે કેટલીક વખતે મારાએ આવીને તાડન, તર્જન કરે, ફાંસી ચઢાવે, ધિકકાર-તિરસ્કાર કરે તે પણ આત્મસ્વરૂપના રસિયાને દ્વેષ-કોપ થતું નથી. અધિક લાભ મળવાને હાય, ત્યાં અધિક કષ્ટ સહન કરવાનું પ્રાયઃ હોય છે.
૭૭. પ્રકાશ થશે તે, અત્તરથી જ બહારની કે પણ સામગ્રીથી પ્રકાશને પ્રાદુર્ભાવ થે તે અશક્ય છે; જે વસ્તુ રાગ-દ્વેષ અને મેહના ત્યાગથી મળી શકે એમ છે તે વરતુ, દુન્યવી પદાર્થોથી કયાંથી મળી શકે? ન જ મળે.
For Private And Personal Use Only