________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય. આવી અવસરે યુક્તિ કરીને પણ બ્રહ્મચર્યના ભંગને બચાવ કરે. શક્તિ અને શુદ્ધિને પ્રાપ્ત કરે.
પર. બ્રહ્મચર્યભંગના જે જે નિમિત્તો અને સગે છે, તેઓથી દૂર ખસશે ત્યારે જ રીતસર બ્રહ્મચર્યને પાળવા સમર્થ બનશે અત્યારના કાળમાં જે જે પહેરવેશ છે, જે જે ખાનપાનના સાધને છે, તે પ્રાયવિકારે કરનાર રહેવાથી તેવા ખાનપાનાદિમાં મોહને ધારણ કરે નહી અને નીતિપૂર્વક ધાર્મિકકાર્યોમાં ધ્યાન રાખે, તેથી વપરનું કલ્યાણ કરવામાં તમે સમર્થ બનશે અને ત્યારે તમારી બુદ્ધિ જ આત્મિક-માનસિક અને કાયિકશક્તિને ઘાત થાય તે પ્રસંગે તમને સારી રીતે સહકાર કરવાપૂર્વક તમારી શકિતનું રક્ષણ કરશે. સ્વપરની કલ્યાણકારિક બુદ્ધિ પણ બ્રહ્મચર્યના રક્ષણ કરવાથી ઉત્પન્ન થાય છે. જેણે રીતસર બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી તે વ્યક્તિ, સહન કરવામાં પાછા હઠે છે. અણગમતા વિચાર સાંભળતાં-તથા બીજાના તેવા શબ્દોનું શ્રવણ કરતાં એકદમ ક્રોધાતુર બની સ્વપરનું અહિત કરવા તત્પર બને છે. માટે ક્રોધાદિકને હડાવવાને ઈલાજ બ્રહ્મચર્યનું પાલન કરવું તે છે. એક શેઠ, નેકર-પરિવાર ઉપર સહજ વાતવાતમાં ગુસ્સે કરીને ગાળ દેવામાં પાછા હઠતા નહી કારણ કે રીતસર બ્રાચર્યની તેમનામાં ખામી હતી. એકદા સમયજ્ઞ સેવકે શેઠને કહ્યું કે શેઠજી-મને જવ-બાજરી આપ તેનાથી ઘઉં ઉત્પન્ન કરવા છે. શેઠે કહ્યું કે, જવ બાજરીથી ઘઉં ઉત્પન્ન થતા હશે ? સેવકે કહ્યું કે, ગાળે દેવાથી–ગુ કરવાથી કોઈ સમજતું હશે. “ના”
For Private And Personal Use Only