________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
અને તપને ઉતારી, રાગદ્વેષ વિનાના થયા છે, તેને કોઈ પ્રકારે સ્વાથ હાતા નથી, તે મહાભાગ્યશાલી વીતરાગા-જગતના પ્રાણીઓને વિપત્તિઓમાંથી ઉદ્ધાર કરવા માટે જ ઉપદેશ આપે છે માટે તેમની વાણી પ્રમાણે વર્તન કરવાથી ભવાભવની વિડંબના ખસે છે, જેથી વિચારપૂર્વક વિશ્વાસ રાખા, શ્રદ્ધા ધારણ કરી, અને દૃઢ શ્રદ્ધા ધારણ કરી સયમ તપાદિક પુરુષાર્થને કારવવા તત્પર બને.
૬૧. સારામાં સારી વસ્તુ મેળવવી હોય તેા, લાયકાતને મેળવા. લાયકાત હશે તે વસ્તુ ઉમદા મળી રહેશે, ફકત ઇચ્છાના કિલ્લા ઉભા કરવાથી મળશે નહી. કદાચ ભાગ્યે જોગે, વસ્તુઓ મળશે પણ લાયકાત વિના ટકશે નહી. ભાગ્ય જોંગે કેટલાકને રાજ્ય સત્તા મળે છે, છતાં લાયકાત નહી હેાવાથી તે રાજ્ય ભોગવી શકતા નથી, અને ઉટા હેરાન પરેશાન થાય છે.
૬૨. દુન્યવી પદાર્થોમાં આસકિતવાળા માનવીઓ, પેાતાની કલ્પનાઓના આધારે રાગ-દ્વેષના બંધનામાં ઝકડાય છે; અને નરકના દુ:ખાને પણ ભાગવે છે. જેને આસિકત નથી તેઓ અહીંઆ પશુ સ્વર્ગના અને મોક્ષના સુખના અનુભવ કરે છે; એટલે માસિકતમાં બંધન અને અત્યંત દુઃખા રહેલા છે.
૩. આત્માના સાક્ષાત્કાર કરવા માટે અને મેાક્ષના અનન્ત સુખ મેળવવા માટે વહાલામાં વહાલી વસ્તુઓને ત્યાગ કર્યાં સિવાય છૂટકો નથી. ત્યાગ કર્યાં સિવાય ઈષ્ટ વસ્તુ મળવી જ અશકય છે ! ત્યાગ કર્યા વિના કઈ વસ્તુ મળે છે ?
For Private And Personal Use Only