________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતા આવશે અને નાયક તરીકે સ્વીકારશે. તૃષ્ણા રાખીને કદાપિ લેકનાયક બનશે નહી પણ દાસ થવાશે તે નક્કી સમજવું. - નિસ્પૃહતાના આધારે મુનિધર્મની સારી રીતે આરાધના બની શકે છે. અને સાતમે ગુણસ્થાનકે પણ આરૂઢ થઈ શ્રેણીએ ચઢી શકાય છે, માટે સ્પૃહાને ત્યાગ કરે.
૬૭. ખરાબ-દુષ્ટ વિચારેથી પ્રાણીઓને વિવિધ પ્રકારની વિપત્તિઓ, આવીને ઘેરે ઘાલે છે, તેથી તેઓ અનેક પ્રકારના દુઃખના ભક્તા બને છે. માટે સદા સદ્વિચારો કરો નહીંતર દુષ્ટ વિચારથી આવેલી વિપત્તિઓના કણોને સહન કરવા પડશે.
કર્મોના આધારે ઉત્પન્ન થએલી અવસ્થામાં આનંદથી રહેવું, તે સમ્યજ્ઞાનનું ફલ છે. આર્ત-અને રૌદ્ર ધ્યાનથી તે દુર્ગતિનું ભાજન બનાય, માટે જેજે અવસ્થા મળેલી છે તે પિતે જાતે કર્મો કર્યાથી પ્રાપ્ત થએલ છે-માટે હર્ષશેક કરવો નહી. - વિપત્તિઓ-સંકટ વિગેરે પીડાજનક આવી ઉપસ્થિત થાય છે, તે કર્મવેગને કાઢવા માટે આવે છે તેવા સમયે નાખુશ થઈ શક પરિતાપ કરે નહીં. કારણકે કષ્ટ સહન કર્યા સિવાય કર્મવેગ, ટળવાને નથી જ. રેગો વડે શારીરિક મલ અને જે સહન કરે તે માનસિક મલ પણ નાશ પામે છે; માટે તેવા વખતે સહન કરીને આનંદમાં રહેવું.
૬૮. ઈચ્છાઓથી તેમજ આશા-તૃષ્ણાથી સંસાર, જગત્ ઉપન્ન થાય છે, થશે તેમજ ઉત્પન્ન થઈ રહેલ છે, જે સંસારની અવસ્થાએ, દુઃખજનક-દુખમય અને દુઃખની
For Private And Personal Use Only