________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બ્રહ્મચર્ય પાળીને શક્તિને વધારી સહન કરે તે તમને ગુસ્સે થશે નહી અને શાંતિમાં રહેશે. - ૫૩ વ્યાવહારિક કાર્યો એવા હોવા જોઈયે કે નિવૃત્તિના આનંદમાં ઝીલાવે અને મમતા-અહંકારના કેફને ઉતારે. સજજને, વ્યવહારના કાર્યોને પ્રવૃત્તિ કહે છે તે પ્રવૃત્તિ, જે નિવૃત્તિવાળી ન બને તે પ્રાણુઓ પિતાના આયુષ્યને સંપૂર્ણ તયા ભેગવી શકે નહી, અને આર્ત–રદ્ર ધ્યાનના વિચારે કરતા અકાળે મરણ પામી દુર્ગતિનું ભાજન બને. આ કારણથી શાસ્ત્રકારે સ્વમુખે પણ કહે છે કે, વ્યાવહારિક કાર્યોમાં રાચી માચી રહેશે અને નિવૃત્તિનું સાધ્ય નહી રાખે તે મનુષ્યભવમાં જે માણસાઈ અને દિવ્યતાને પ્રગટાવવાની છે, તેના બદલે પશુતાને આવવાને અવકાશ મળશે; પશુતામાં તે સ્વપરને હિતકારક વિવેક અને વિચાર હોય કયાંથી? ભલે પછી દશપ્રાણ અને છ પર્યાપ્તિ-શક્તિઓ મળેલી હોય, ભલે મનુ કરતાં શારીરિક બલ વધારે મળ્યું હોય કે ખાવા પીવાનું અધિક હોય તે પણ વિચાર-વિવેક વિના તે સઘળું વૃથા છે. મનુષ્ય, સદ્વિચાર અને વિવેક દ્વારા માણસાઈ અને દિવ્યતાને પ્રાદુર્ભાવ કરવા સમર્થ છે પણ પ્રવૃત્તિમાં જ સાચા સુખની જેમાં માન્યતા હોય, તેઓ તે શક ચિન્તા પરિતાપાદિક સિવાય અન્ય સવાર કલ્યાણકારક માર્ગ કયાંથી પ્રાપ્ત કરી શકે? તમને આ બીનાની ખબર તો છે જ કે દરરોજ અપેનિશ ખાવા પીવાની પ્રવૃત્તિ કરે છે પણ જે તેની નિવૃત્તિ-નિકાલ થાય નહી તે શું થાય? ઝાડે ફરવા ન જાઓ તથા માત્ર-પેશાબને રોકી રાખે તે, કેવી સ્થિતિ અને વિડંબના થાય ! પેટમાં
For Private And Personal Use Only