________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. આવેશમાં આવી બેલી નાખે છે કે “રાંડ-કુભારજા” જેમ તેમ ભટક્યા કરે છે. મરીજા, મરી જા. આવું આવું બેલી સ્વસંતાનાદિકમાં ખરાબ સંસ્કારોનું વાતાવરણ ઉપસ્થિત કરે છે. પછી જ્યારે તે દીકરી મટી થાય અને સામું બેલે ત્યારે દુઃખ થાય -પીડા પામે તેમાં આશ્ચર્ય શું–આ પ્રમાણે મનમાં હેય નહીં પણ જેમતેમ લવારે કરવાથી ચીકણું કર્મોને બાંધવા પૂર્વક વિવિધ વિડંબનાએ આવીને હાજર થાય છે માટે વિચાર પૂર્વક સ્વપરને હિતકર થાય એવા વચને બેલવા ઉપગ રાખ તે વચનગુપ્તિ કહેવાય અન્યથા લવારે કહેવાય !
૫૮. સર્વોદયની ચાવી, પાંચ મહાવતે તેમજ ગૃહસ્થ ધર્મ-બાર તેનું પાલન કરવામાં સમાએલી છે. જે પાંચ મહાવતેને સાધુઓ-મુનિવર્યો પાળે તે સર્વથા સર્વત્ર અને સર્વદા સર્વપ્રકારને ઉદય થાય અને અનંતશકિતઓને આવવાને અવકાશ મળે. અને ગૃહસ્થ, સ્વાધિકારે બાર વ્રતનું પાલન કરે છે, સર્વોદયની સમીપમાં આવતા જાય-અને વિવિધ સંકટ ખસતા જાય. સામ્યવાદથી કે સમાજવાદથી સર્વોદય થ અશક્ય છે, કારણ કે વ્રતનું પાલન જ્યાં સુધી થાય નહી અને અનાચારને જ્યાં સુધી ત્યાગ થાય નહી ત્યાં સુધી દુન્યવી ગમે તેવા વાદો ઉભા થાય તે પણ સર્વોદયને અનુભવ આવે દુષ્કર છે. કાર્યો, સર્વોદયના વિરૂદ્ધ કરવાથી તે સર્વોદય પ્રાપ્ત કયાંથી થાય! જો કર્મવાદને અપનાવી-સ્વીકારી માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓને શુદ્ધ બનાવવામાં આવે તે, આપ આપ સર્વોદય ઉપસ્થિત થાય અને સમાજનું-રાષ્ટ્રનું પણ હિત સધાય. ફકત જાહેર ભાષણ કરવાથી તે સર્વોદય આવી મળશે નહી.
For Private And Personal Use Only