________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિધન પ્રધાનને પૂછયું કે આ રાણીને મનગમતી વસ્તુ એ આપું છું. ખાનપાન વિગેરેમાં ખામી પડવા દેતો નથી. છતાં રાણી દિવેલ પીધાં જેવું મુખ ધારણ કરીને મૌન રહે છેહર્ષથી જવાબ આપતી નથી. માટે શે ઉપાય કરે? પ્રધાને કહ્યું કે જાતે ભીખારણને તમે દયા લાવીને રાણું બનાવી પણ ભીખ માગવાના સંસ્કાર ગયા નહી. ભીખ માગ્યા વિના તેને ચેન પડતું નહી હોય. પ્રથમના પડેલા સંસ્કારે, ઉમદા વસ્તુઓ ઉપસ્થિત થાય તે પણ પિતાને ભાવ ભજવ્યા વિના રહેતા નથી. અભક્ષ્ય-અનંતકાય વસ્તુઓને ખાનારાઓની આગળ ઉમદા મેવા મીઠાઈને ધરવામાં આવે તો પણ અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓમાં તેમની ઈચ્છા થવાની; ઉપવાસ-આધીલાદિ તપસ્યા કરી હોય તે છીંકણી વિના જેમ ચેન પડતું નથી, તેમ પ્રથમના બુરા સંસ્કારથી સારા સાઘને પાસે હાજર હોય તે પણ તેઓને આનંદ થતું નથી. માટે તેણીને ભીખના ટુકડા વિના ચેન પડશે નહી, આ પ્રમાણે પ્રધાનનું કથન સાંભળી મહેલમાં રહીને ભીખ માગે તેવી ગોઠવણ કરી. પછી તે રાણી, ભીખ માગતી જાય અને ટુકડા ખાતી જાય અને મનમાં હરખાતી રહે. આ પ્રમાણે દુનિયામાં રહેલા માનવીએ યાચના કરવામાં, ભીખ માગવામાં ટેવાએલા છે, તેઓને સત્ય સુખને આપનાર અને અનંતભવેના સંકટને કાપનારા સાપને પસંદ પડતા નથી તેનું કારણ પ્રથમના એવા એવા સરકાર છે; આવા બુરા સંસ્કારને બેટા-દુઃખદાયક, જે માનવામાં આવે અને અતિશય બલને ફેરવીને ખસેડે તે ખસે એમ છે
For Private And Personal Use Only