________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
ભામે અને ચકરી આવીને પડી જાય તે લેકે તેની મશ્કરી કરે, આમ ધારી વગડામાં ભમતાં ભમતાં અકળામણ થતી હોવાથી ચકરી આવી અને પડ્યો. કયાં પડ્યો. જ્યાં ગોજારે કુ હવે ત્યાં જઈને પડ્યો, ચકરી શાંત થઈ, પછી ખ્યાલ આવ્યો કે ગાજારા કુવામાં પડવાનું થયું, હવે કેવી રીતે નીકળશે તેના ઉપાય શોધતે હતા તેવામાં ગામની બે ત્રણ દીકરીએ ત્યાં છાણ વિણવા માટે આવી છે એમાં એકનું નામ “લાડુ છે” તેથી બીજી છોકરીએ, અરે “લાડુ અરે લાડુ ” આમ બૂમ મારી, તે બૂમ ને સાંભળી પેલા કુવામાં પડેલાને લાડુ ઉપર ઘણે પ્રેમ હોવાથી એકદમ ઉછાળે મારી બહાર નીકળે અને “લાડુ લાડુ” કયાં છે એમ બોલવા લાગ્યો, માટે ખરી રીતે સત્ય સુખના સાધનોમાં પ્રેમ રાખશે તે સંસારરૂપી કુવામાંથી બહાર નીકળશે.
૪૮ વિદ્યાએ વિવિધ હેય છે. જેવી કે, વ્યાપારનું જ્ઞાન-શસ્ત્રાદિની વિદ્યા તેમજ શાસ્ત્રનું સમ્યગજ્ઞાન-તેમાં વ્યાપાર તથા શસ્ત્રાદિની વિદ્યા, વૃદ્ધપણુમાં હાસ્ય માટે થાય છે. કારણ કે આત્મસાધન કરવાના અવસરે તે વ્યાપારાદિનું જ્ઞાન અને તે આધારે થએલા વિચારો અને ચિન્તાઓ, વિવિધ વિડ્યો ઉપસ્થિત કરી સ્થિરતાના બદલે ચંચલતામાં વધારે કરે છે. પણ શાસ્ત્રની વિદ્યા, વૃદ્ધપણામાં બહુ ઉપયોગી નિવડે છે; રીતસર લીધેલ શાસ્ત્રની વિદ્યા યુવાવસ્થામાં પણ માનસિક-વાચિક અને કાયિક પ્રવૃત્તિઓને કબજામાં રાખી વકરવા દેતી નથી. એટલે ચંચલતાને નિયમમાં રાખવા પૂર્વક આત્મવિકાસના સાધનેને જોડે છે અને ઘણું સહકાર આપવા સમર્થ બને છે.
For Private And Personal Use Only