________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
દેવ જે દુનિયા માનતી હોય તે પણ તેમને અશાન્તિને દૂર કરવાના ઉપાય પ્રથમ જડતું નથી. જ્યાં ત્યાં સુખશાન્તિના સત્ય લાભ લેવાતા હોય ત્યાં યથાશક્તિ સંયમની આરાધના થતી હોવી જોઇએ. કારણ કે સંયમની શકય આરાધનાથી જ આત્મન્નિતિના શિખરે આરૂઢ થવાય છે. વિલાસમોજમજાના ગે તથા હોટાઈના દુનિયામાં દેખાવ પેગે સંસ્કૃતિ અને સંયમને કદાપિ પ્રાદુર્ભાવ થતું નથી, પણ વિપરીત પરિણામ આવે છે. ચિન્તા-નિર્બલતા–શિથિલતા આવીને મનુષ્યને નિરુત્સાહી બનાવે છે, માટે સંયમની વ્યાવહારિક કાર્યોમાં પણ ખાસ જરૂર છે.
સંયમની આરાધના વિનાના માણસે, ધનાઢ્ય હોય, દુનિયામાં પ્રસિદ્ધ પામેલ હોય તે પણ જ્યારે મહાવિપત્તિ આવે કે લાખની વેપારમાં ઓટ આવે અગર કે મર્મ વચનના બાણે મારે ત્યારે આત્મઘાત કરવા તૈયાર થાય છે અને તેને કઈ સમજણ આપનાર કે સહાય કરનાર ન મળે ત્યારે આત્મઘાત કરીને સ્વજનવર્ગને તથા મિત્રજનેને ઘણા જોખમમાં ઉતારે છે, એટલે મરતે જાય છે અને અન્ય જનને મારતો જાય છે, ત્યારે સંયમની. આરાધના કરનાર મહાવિપત્તિ વેલાયે પણ ધૈર્યની ધારણ કરી, સહન કરવાપૂર્વક અધિક સંયમની આરાધનામાં ઉજમાળ બને છે અને પોતે તરે છે અને બીજાએને તારે છે. સંયમના સંસ્કારો અન્ય ભાવમાં સાથે આવતાં હેવાથી આત્મવિકાસમાં અસાધારણ કારણ બને છે. અને અસંયમના સંસ્કારે અસંયમીને પણ અન્ય ભવમાં સાથે આવે છે, તેથી અન્ય ભવખાં દુઃખ-વિપત્તિઓને હઠાવવાના બદલે
For Private And Personal Use Only