________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વદા દુઃખની જંજાળમાંથી મુક્ત થવા પ્રથમ પ્રયાસ કરવાની જરૂર છે. દુન્યવી પદાર્થોથી દુઃખે ટળશે, આ માન્યતામાં નરી ભ્રમણ માલુમ પડે છે. જે દુન્યવી પદાર્થોથી દુઓ ટળતા હોય તે દુનિયામાં શ્રીમતે દુઃખી દેખાય નહી. પણ તપાસ કરતાં માલુમ પડે છે કે તેઓ આધિ-વ્યાધિની વેદનામાં સપડાએલ હેાય છે. દુઃખમાંથી છૂટવા માટે માનવીએ, ઘણું દવાઓ લે છે પણ તે દવાઓ અલ્પકાલ દુઃખને પ્રતિકાર કરીને દૂર ખસી જાય છે-સુખને આપવા સમર્થ બનતી નથી. સાચા સુખને આપવા સમર્થ, જે કઈ હેય તે, જ્ઞાન-દર્શન અને ચારિત્રની સમ્ય પ્રકારે આરાધના જ છે.
૩૪ વિશ્વમાં જે દમન ચાલી રહ્યું છે તે પારકાનું તે સાચું દમન કહેવાય નહીં. સાચું દમન તે આત્મદમન છે. શ્રી મહાવીર સ્વામી સ્વમુખે ફરમાવે છે કે, સામેવ રવો આત્માને જ દમવા લાયક છે. એટલે આત્માની સાથે અનાદિકાલથી લાગેલ કર્મોજન્ય અહંકાર-મમકાર અને આસક્તિ અને અદેખાઈ વિગેરે દુર્ગુણેજ દમવા લાયક છે અને દમીને દૂર કરવા જોઈએ. અહંકાર મમતા અને આસક્તિ વિગેરે દેએ આપણું ઘણું નુકશાન કરેલ છે. ચારેયગતિમાં પરિભ્રમણ કરાવી અસહાઅનંત દુઃખમાં ફસાવ્યા છે, આત્મધન-આત્મશક્તિને હણી નાખી અંધ બનાવેલ છે. આટલું નુકશાન, પારકાએ કર્યું નથી અને યાતનામાં સપડાવ્યા નથી. માટે પારકાને મૂકી અહંકારાકિનું દમન કરે. | વિજય મેળવવા હેય તે અન્યત્ર પ્રયાસને ત્યાગ કરી વધારી સમીપમાંજ રહેલા વિષય કષાયના વિકારે ઉપર ચઢાઈ
For Private And Personal Use Only