________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ માણસને મહેટાઈ મેળવવાની ઘણું તાલાવેલી હોય છે; તેમજ ગામમાં શહેરમાં તેમજ રાષ્ટ્રમાં પ્રતિષ્ઠા-આબરુ કેમ વધે તે માટે ઘણા પ્રયત્ન કરતા માલુમ પડે છે. પરંતુ મહત્તા-પ્રતિષ્ઠા–પ્રસિદ્ધિ કેવા પ્રકારે મળે તેનું જ્ઞાન, નહીં હેવાથી ઉન્માર્ગને આધાર લઈ જ અધિકારી હોય તે પિતાના હાથ નીચેના માણસને તથા અન્ય માણસોને સહજ પ્રતિકૂલતા આવતાં, બીન અપરાધીને પણ તે અપરાધ કર્યો છે, આમ જણાવી તેઓને દમદાટી દઈ દબાવી રાખવામાં મોટાઈ માની મનમાં મકલાય છે; તથા જે ધનાઢ્ય હેય તે ધનના કેફમાં ધર્મને ત્યાગ કરીને વિષય ભેગમાં, મે જમજા માણવામાં આબરુ પ્રતિષ્ઠાને માનતા હોય છે. અહંકાર-મમતાના આવેશમાં તેઓ પ્રસિદ્ધિ માનતા હોવાથી કેઈ સજજન કહે કે, તમેને સારી સત્તા-અધિકાર મળે છે, તે તે દ્વારા ગામ-નગર માણસને, તેઓના અપરાધની-ભૂલની માફી આપી આગળ વધારવા ઉન્નતિના માર્ગે ચઢાવવા પ્રયાસ કરશે તે અધિકાર જે મળે છે તે ભાસ્પદ બનશે અને મહત્તા, વયમેવ આવીને ઉપ સ્થિત થશે. આ પ્રમાણે સાંભળતાં જ અધિકારીને ગુસ્સાને પાર રહેતું નથી, અને શીખામણ આપનાર ઉપર ડંખ રાખી તેને હેરાન-પરેશાન કરવાને લાગ, વારેવારે જતાં હોય છે અને પિતે દુઃખી બને છે અને બીજાઓને સંકટમાં ફસાવે છે. આ પ્રમાણે મહત્તા જ મળતી હોય, તે લુચ્ચા-લફંગા અને ગુંડાઓ જગતમાં ફાવી જાય, અને જ્યાં ત્યાં અન્યાય-અનીતિનું સામ્રાજ્ય પ્રવર્તે, પણ તે મુજબ બનવું અશક્ય છે. ધનાલ્યોને કોઈ કહે કે તમારું ધન, તમને પુણ્ય ગે પ્રાપ્ત થએલ છે,
For Private And Personal Use Only