________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને તુરત જ હાર્ટ બંધ પડ્યું. ડેકટરોએ ખુબ તપાસ્યું. ઉપચાર કર્યા પણ કારગત થયા નહી અને ૧ વાગતાના સુમારે દેહ મુક્ત થયામનુષ્ય ધારે છે શું અને થાય છે શું !
શ્રી-અજ્ઞા–પ્ર. મંડળના તેઓ પેટ્રન હતા અને સંવત ૨૦૦૦ થી ૨૦૧૨ની આખર સુધી માનદ મંત્રી તરીકે ઘણું જ ઉત્તમ સેવા બજાવી છે. તેઓ મુક્ત કાર્યવાહક હતા. મંડળ ઉપરાંત નીચે જણાવેલ સંસ્થાઓ સાથે કમીટીઓમાં રહી મુંગી સેવા આપતા હતા. કોઈક જ મીટીંગ તેમની હાજરી વિનાની હોય. શ્રી ગેડીઝના દેરાસરની વિજયદેવસૂર સંધના સમિતિના પ્રાણ હતા. તે સંસ્થા તરફથી અનેકને જ્ઞાનભંડાર– પુસ્તકાલય ને બીજી સંસ્થાઓ કે ગૃહસ્થોએ પ્રગટ કરેલા પુસ્તકે ઓછી કીંમતે અથવા ભેટ આપવાની પ્રથા તેમણે શરૂ કરી હતી તથા પુસ્તક પ્રગટ કરાવ્યાં હતાં.
આ બે સંસ્થા ઉપરાંત (૩) શ્રી જૈન વેબ કેનફરન્સ (૪) શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ (૫) શ્રી ગોડીજી જૈન ધાર્મિક શિક્ષણ સમિતિ (૬) શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ (૭) સાધાર્મિક સેવા સંધ (૮) ભારતીય જૈન વયસેવક પરિષદ (૯) શ્રી જેન કે. એજ્યુકેશન બેડ (૧૦) શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ (૧૧) મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ (૧૨) શ્રી વલ્લભ સ્મારક સમિતિ (૧૩) શ્રી વિજાપુર વિશા શ્રીમાળી મિત્રમંડળ (૧૪) શ્રી કાંઠા સત્તાવીશ વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મંડળ (૧૫) શ્રી વિજાપુર વીશા શ્રીમાળી સતાવીશ જૈન જ્ઞાતિ મંડળ-એમ પંદર સંસ્થાઓમાં તેઓ સક્રિય ભાગ લેતા હતા. ઘણી સંસ્થાઓની કાર્યવાહક સમિતિઓમાં પિત હતા.
જ્ઞાનપ્રિય-કેળવણીપ્રિય હોવાથી આવી જૈન સંસ્થાઓને પિતાની સુકમાઈને અમુક હિસ્સો જુદે રાખીને મદદ કરતા હતા. છુટક રીતે તેમણે આ રીતે પચીસેક હજારનું દાન કરેલ છે; જે લક્ષાધિપતિઓ અને સારી આવક કરતા શ્રીમાન બંધુઓને અનુકરણીય છે.
For Private And Personal Use Only