Book Title: Amam Charitra Part 02 Author(s): Bhanuchandravijay Publisher: Jaswantlal Girdharlal Shah View full book textPage 7
________________ રાજા. આ વ્યુત્પત્તિને સિદ્ધ કરે છે. દરેક આરામાં ૨૪ લેકોત્તર પુરૂષ થાય છે. જેઓને તીર્થંકર પરમાત્મા કહેવામાં આવે છે. કોઈ કાળમાં તેથી વધારે ઉત્તમ પુરૂષો પ્રાયઃ હોતા નથી. આગામી કાળના ૨૪ તીર્થકર પિકી આ શ્રી બારમા અમને સ્વામિ નામના શ્રી તીર્થકર ભગવંતનું જીવન ચરિત્ર પૂજ્ય આચાર્ય શ્રી મુનિરત્નસૂરિજીએ કબદ્ધ બનાવેલ છે. તે ચરિત્ર કબદ્ધ હોવાના કારણે સામાન્યૂ જ્ઞાનવાળા છે તેને યથાયોગ્ય સ્વયં બોધ ન પામી શકે તે સાહજિક છે. આવા અપજ્ઞાની જીવોના બોધને માટે સુંદર અને સરળ છતાં રોમાંચક શિલીથી તેનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. આ મહાન ગ્રંથને અનુવાદ પ. પૂ. પરોપકારી પૂજ્યપાદ શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજાધિરાજ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પ. પૂ. પરમોપકારી પૂજ્યપાદ શાંતમૂર્તિ સમય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયવિજ્ઞાનસુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. પરમોપકારી પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ પ્રાકૃતવિદિશારદ આચાર્ય મહારાજ શ્રીમદ્દવિજય કસ્તુરમુરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પ. પુ. પરમોપકારી પૂજ્યપાદ બાલબ્રહ્મચારી અજોડ પ્રવચનકાર પંન્યાસપ્રવર શ્રી ચંદ્રોદયવિજય ગણુવર્ય મહારાજશ્રીના પ્રથમ શિષ્ય પ. પુ. વિદ્વાનમુનિરાજ શ્રી ભાનચંદ્રવિજયજી મહારાજ સાહેબે ખૂબજ પરિશ્રમ દ્વારા તૈયાર કરેલ છે, તેઓનો આ પ્રયાસ ખરેખર પ્રશસ્ય છે. આ અનુવાદમાં ભાવિ-જિનશ્રી અમમ સ્વામિના દરેકે દરેક ભવોનું તે તે ભોમાં તેઓએ કેવા કેવા કાર્યો તથા જનહિતાદિ આદિ જે જે કર્યું છે. તે સંપૂર્ણતઃ સારી રીતે સમજાવ્યું છે. પૂ. મુનિશ્રી ભાનુચંદ્રવિજ્યજી મહારાજશ્રીએ આવો સુંદર અનુવાદ આ ગ્રંથને તૈયાર કરી લેકભોગ્ય બનાવ્યો છે. તે બદલ સમસ્ત વાચકગણ તેઓશ્રીનો પ્રયાસ આ અનુવાદ વાંચી સફળ બનાવશે, તેવી આશા રાખવામાં આવે છે. – પ્રકાશકPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 372