Book Title: Amam Charitra Part 02 Author(s): Bhanuchandravijay Publisher: Jaswantlal Girdharlal Shah View full book textPage 6
________________ f૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પ્રકાશકીય નિવેદન otooooooooooooooooooooooooooooooooooooooooo જગતના સમસ્ત જીવોનું એકાંતે કલ્યાણ કરવાની ભાવનાવાળા અતીત અનાગત અને વર્તમાનકાલના લકત્તર પુરૂષ એવા સર્વે તીર્થકર ભગવંતને મારા નમસ્કાર થાઓ. પિતાના જન્મના ત્રીજા ભવમાં વીશ સ્થાનક તપનું વિધિપૂર્વક આરાધન કરીને જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હદયમાં રાખીને તીર્થકર નામકર્મ જેઓએ ઉપાર્જન કર્યું છે, તેવા તથા તીર્થકર નામકર્મ બાંધ્યા પછી યથાયોગ્ય સમયે તે પદ ભેગવતા સમસ્ત પૃથ્વીતલ પર વિચરી, જગતના સર્વ જીવોને ઉપદેશ આપી, તેમાંના લગભગ ઘણું જેનું ઉત્કૃષ્ટ જીવન બનાવનાર તે તીર્થકર કહેવાય છે. જૈનશાસનમાં ભૂતકાળમાં ઘણા તીર્થંકર થઈ ગયા છે. ભાવિમાં પણ અનંતા તીર્થકર થશે. વર્તમાનમાં શ્રી સીમંધર સ્વામિ પ્રમુખ ૨૦ તીર્થકરો છે. તે તે તીર્થકર જગતના સમસ્ત જીવોના હૃદયના ભાવ સારી રીતે જાણે છે. અને પ્રકાશે છે. સામાન્ય રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણીના છ છ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં છ વિભાગ-આરા ચઢતા કાળના અને છે વિભાગ-આરા પડતા કાળના કહ્યા છે. આવા દરેક વિભાગ-આરામાં ૨૪-૨૪ તીર્થકરે જ જગતના જીવોના કલ્યાણ કરવાને તે તે સમયે જ્યારે જ્યારે તેઓ જે કાળમાં યાત હોય તે તે કાળમાં પિતાનું શાસન પ્રવર્તાવે છે. અને તેમાં પ્રથમ સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે. અને તે શ્રી સંઘ કેમ આગળ વધે, આગળ વધીને શાસનની શોભા કેમ વધારે, તે તે રીતે તેઓને પિતાના સદુપદેશદ્વારા આગળ લાવે છે. જેમ રાજા પિતાની પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરે છે. અને તેથી જ તે નૃપ શબ્દ કહેવાને માટે લાયક બને છે. અને નૃન પતિ તિ ગ્રુપ: એ વ્યુત્પત્તિથી એટલે સમસ્ત પ્રાણુઓનું રક્ષણ કરે તેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 372