Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૨૨ : આમુખ
કહ્યું—‘દેવ ! આ કરુણ અવાજ પશુઓનો છે. તેઓ આપના વિવાહમાં સમ્મિલિત થનાર વ્યક્તિઓ માટે ભોજ્ય પદાર્થ બનશે. મરણભયથી તેઓ આક્રંદ કરી રહ્યાં છે.' અરિષ્ટનેમિએ કહ્યું–‘આ કેવો આનંદ કે જેમાં હજારો મૂક અને દીન પશુઓનો વધ કરવામાં આવે છે ? આવા વિવાહથી શું કે જે સંસારના પરિભ્રમણનું કારણ બને છે ?' હાથીને પોતાના નિવાસ તરફ પાછો વાળવામાં આવ્યો. અરિષ્ટનેમિને પાછા વળતાં જોઈ રાજીમતી મૂકિત બની ભૂમિ પર પડી ગઈ. સ્વજનોએ ઠંડું પાણી છાંટ્યું, પંખો વીંઝ્યો. મૂર્છા દૂર થઈ. ચૈતન્ય પ્રાપ્ત કરી તે વિલાપ કરવા લાગી. અરિષ્ટનેમિએ પોતાના માતા-પિતા પાસે પ્રવ્રજ્યા માટે આજ્ઞા માગી. તેઓ ત્રણસો વર્ષ સુધી અગારવાસમાં રહી શ્રાવણ સુદ પાંચમના દિવસે સહસ્રવન ઉદ્યાનમાં છઠની તપસ્યા સાથે દીક્ષિત થયા.
હવે રથનેમિ રાજીમતી પાસે આવવા-જવા લાગ્યા. તેમણે કહ્યું–‘દેવી ! વિષાદ ન કરો. અરિષ્ટનેમિ વીતરાગ છે. તેઓ વિષયાનુબંધ નથી કરતા. તમે મને સ્વીકારો. હું જીવનભર તમારી આજ્ઞા માનીશ.' ભગવતી રાજીમતીનું મન કામ-ભોગોથી નિર્વિણ થઈ ચૂક્યું હતું. તેમને રથનેમિની પ્રાર્થના અયોગ્ય લાગી. એક વાર તેમણે મધુશ્રૃત સંયુક્ત પીણું પીધું અને જ્યારે રથનેમિ આવ્યા ત્યારે મદન-ફળ ખાઈ ઊલટી કરી અને રથનેમિને કહ્યું–‘આ પીણું પીવો.’ તેમણે કહ્યું–‘વમન કરેલું કેવી રીતે પીઉં ?' રાજીમતીએ કહ્યું-‘શું તમે એ જાણો છો ?' રથનેમિએ કહ્યું–‘આ વાત તો બાળક પણ જાણે છે.’ રાજીમતીએ કહ્યું–‘જો એમ વાત છે તો હું પણ અરિષ્ટનેમિ દ્વારા વમન કરાયેલી છું. મને ગ્રહણ કરવા કેમ ઈચ્છો છો ? ધિક્કાર છે તમને જે વમન કરેલી વસ્તુને પીવાની ઈચ્છા કરો છો ! આનાથી તો તમારું મરવું શ્રેયસ્કર છે.' તે પછી રાજીમતીએ ધર્મ કહ્યો. રથનેમિ જાગૃત થયા અને આસક્તિથી ઉપરત થયા. રાજીમતી દીક્ષાભિમુખ થઈ અનેક પ્રકારના તપ અને ઉપધાન કરવા લાગ્યાં.
ભગવાન અરિષ્ટનેમિ કેવળજ્ઞાની બન્યા. દેવોએ કેવળી મહોત્સવ કર્યો. રથનેમિ પ્રવ્રુજિત થયા. રાજીમતી પણ અનેક રાજકન્યાઓ સાથે પ્રવ્રુજિત થયાં. એક વાર ભગવાન અરિષ્ટનેમિ રૈવતક પર્વત પર સમોસર્યા હતા. સાધ્વી રાજીમતી અનેક સાધ્વીઓ સાથે વંદના કરવા ગયાં. અચાનક જ વરસાદ વરસવા લાગ્યો. સાથેની બધી સાધ્વીઓ આમ-તેમ ગુફાઓમાં ચાલી ગઈ. રાજીમતી પણ એક ગુફામાં ગયાં. તે જ ગુફામાં મુનિ રથનેમિ પહેલાંથી જ બેઠા હતા. રાજીમતીને તેનો ખ્યાલ ન હતો. ગુફામાં અંધકાર વ્યાપ્ત હતો. તેમણે પોતાના કપડાં સૂકવવાં માટે ફેલાવ્યાં. નગ્ન અવસ્થામાં તેમને જોઈને રથનેમિનું મન વિચલિત થઈ ગયું. અચાનક જ રાજીમતીએ રથનેમિને જોઈ લીધા અને તરત જ પોતાના હાથ વડે પોતાને ઢાંકતાં તેઓ ત્યાં બેસી ગયાં. રથનેમિએ કહ્યું–‘હું તારામાં અત્યંત અનુરક્ત છું. તારા વિના હું શરીર ધારણ કરી શકતો નથી. તુ મને સ્વીકાર. અવસ્થા થતાં આપણે બંને સંયમ-માર્ગ સ્વીકારી લઈશું.' રાજીમતીએ વિષયોના દારુણ વિપાક, જીવનની અસ્થિરતા અને વ્રતભંગના ફળનું નિરૂપણ કર્યું. તેમને ધર્મ સંભળાવ્યો. તે સંબુદ્ધ થયા. રાજીમતીની અભિવંદના કરી તે પોતાના માંડલિક સાધુઓ સાથે ચાલ્યા ગયા. રાજીમતી પણ આર્થિકા પાસે ચાલ્યા ગયાં.
૫૪૦
નિર્યુક્તિકાર અનુસાર પ્રત્યેકબુદ્ધ રથનેમિ ચારસો વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા, એક વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં અને પાંચસો વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા.
સંયમનું વિશુદ્ધ પાલન કરતાં-કરતાં બંને—રથનેમિ અને રાજીમતી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયાં. રાજીમતીનો જીવનકાળ પણ રથનેમિ જેટલો જ હતો.૩
આ અધ્યયનના ૪૨, ૪૩, ૪૪, ૪૬ અને ૪૯–આ પાંચ શ્લોકો દશવૈકાલિકના બીજા અધ્યયનમાં જેમના તેમ આવ્યા
છે.
૧.
આ અધ્યયનમાં આવેલા ભોજ, અંધક અને વૃષ્ણિ આ ત્રણ શબ્દો પ્રાચીન કુળોના ઘોતક છે.
પૂરા કથાનક માટે જુઓ—સુખબોધા, પત્ર ૨૭૭-૨૮૨.
તે ગુફાને આજે પણ રાજીમતી ગુફા કહેવામાં આવે છે—વિવિધ તીર્થકલ્પ, પૃ. ૬.
Jain Education International
૨.
૩.
उत्तराध्ययननियुक्ति, गाथा ४४६ । એજન, ગાથા ૪૪૭ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org