Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં અંધક-કુળના નેતા સમુદ્રવિજયના પુત્ર રથનેમિનો વૃત્તાંત છે, એટલા માટે તેનું નામ ‘રહનેમિજ્જ’– ‘રથનેમીય’ છે.
સોરિયપુર નામનું નગર હતું. ત્યાં વૃષ્ણિ-કુળના વસુદેવ રાજ્ય કરતા હતા. તેમને બે રાણીઓ હતી—રોહિણી અને દેવકી. રોહિણીને એક પુત્ર હતો. તેનું નામ ‘બલરામ' હતું અને દેવકીના પુત્રનું નામ ‘કેશવ’ હતું.
તે જ નગરમાં અંધક-કુળના નેતા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. તેમની પટરાણીનું નામ શિવા હતું. તેને ચાર પુત્રો હતા—અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દઢનેમિ, અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર થયા અને રથનેમિ તથા સત્યનેમિ પ્રત્યેક-બુદ્ધ થયા.૧
તે સમયે સોરિયપુરમાં તૈધ-રાજ્ય હતું. અંધક અને વૃષ્ણિ—આ બે રાજનૈતિક દળો ત્યાંનું શાસન ચલાવતા હતા. વસુદેવ વૃષ્ણિઓના નેતા હતા અને સમુદ્રવિજય અંધકોના. આ પ્રકારની રાજ્ય-પ્રણાલીને ‘વિરુદ્ધ-રાજ્ય’ તરીકે ઓળખાવવામાં આવતી.
કાર્તિક કૃષ્ણા દ્વાદશીના દિવસે અરિષ્ટનેમિનો જીવ શિવા રાણીના ગર્ભમાં આવ્યો. માતાએ ચૌદ સ્વપ્રો જોયાં. શ્રાવણ શુક્લ પંચમીએ રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. સ્વપ્રમાં રિષ્ટ-રત્નમય નેમિ જોયા હોવાને કારણે પુત્રનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું. તે આઠ વર્ષના થયા. કૃષ્ણે કંસનો વધ કર્યો. મહારાજ જરાસંધ યાદવો ૫૨ કોપાયમાન થયા. મરવાના ભયથી બધા યાદવો પશ્ચિમી સમુદ્રતટ પર ચાલ્યા ગયા. ત્યાં દ્વારવતી નગરીમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. કેટલાક સમય પછી બલરામ અને કૃષ્ણે જરાસંધને મારી નાખ્યો અને તેઓ રાજા બની ગયા. અરિષ્ટનેમિ યુવાન થયા. તેઓ ઈન્દ્રિય-વિષયોથી પરાળમુખ રહેવા લાગ્યા. એક વાર સમુદ્રવિજયે કેશવને કહ્યું–‘એવો કોઈ ઉપક્રમ કરવામાં આવે કે જેથી કરી અરિષ્ટનેમિ વિષયોમાં પ્રવૃત્ત થઈ શકે.’ કેશવે રુક્મણિ, સત્યભામા વગેરેને આ રીતનો પ્રયત્ન કરવા માટે કહ્યું. અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. અનેક પ્રલોભનોથી તેમને વિચલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પણ તેઓ પોતાના લક્ષ્ય પર સ્થિર રહ્યા. એક વાર કેશવે કહ્યું–‘કુમાર ! ઋષભ આદિ અનેક તીર્થંકરો પણ ગૃહસ્થાશ્રમના ભોગો ભોગવી-કરી પાછલી વયમાં દીક્ષિત થયા હતા. તેમણે પણ મોક્ષ પ્રાપ્ત કરેલ. આ પરમાર્થ છે.' અરિષ્ટનેમિએ નિયતિની પ્રબળતા જાણી કેશવની વાત સ્વીકારી લીધી. કેશવે સમુદ્રવિજયને બધી વાત કરી. તેઓ અત્યંત પ્રસન્ન થયા અને યોગ્ય કન્યાની શોધખોળ કરવા લાગ્યા. ભોજ કુળના રાજન્ય ઉગ્રસેનની પુત્રી રાજીમતીને અરિષ્ટનેમિ માટે યોગ્ય સમજી વિવાહની વાતચીત ચલાવી. ઉગ્રસેને તેને અનુગ્રહ માની તે વાત સ્વીકારી લીધી. બંને કુળોમાં વધામણું થયું. વિવાહ પૂર્વે સમસ્ત કાર્ય સંપન્ન થયું. વિવાહનો દિવસ આવ્યો. રાજીમતીએ શણગાર સજ્યા. કુમાર પણ અલંકૃત થઈ મત્ત હાથી ઉપર આરૂઢ થયા. બધા દસારો એકત્રિત થયા. વાજાં વાગવા લાગ્યાં. મંગળ દીપ પ્રગટાવવામાં આવ્યા. વરયાત્રા પ્રારંભ થઈ. હજારો લોકોએ તે જોઈ. તે વિવાહ-મંડપ પાસે આવી પહોંચી. રાજીમતીએ દૂરથી પોતાના ભાવિ પતિને જોયો. તે અત્યંત પ્રસન્ન થઈ.
તે જ સમયે અરિષ્ટનેમિના કાનમાં કરુણ શબ્દો પડ્યા. તેમણે સારથિને પૂછ્યું—‘આ કરુણ અવાજ શાનો છે ?’ સારથિએ
૧.
ઉત્તરાધ્યયન નિર્યુત્તિ, ગાથા ૪૪૩-૪૪૯ :
Jain Education International
सोरियपुरंमि नयरे, आसी राया समुद्दविजओ त्ति । तस्सासि अग्गमहिसी, सिव त्ति देवी अणुज्जंगी ॥ तेसिं 1 પુત્તા ઘડો, અનેિની તદેવ રનેમી । तइओ अ सच्चनेमी, चउत्थओ होई दढनेमि ॥
जो सो अरिनेमी, बावीसइमो अहेसि सो अरिहा । रहनेमि सैच्चनेमी, एए पत्तेयबुद्धा उ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org