Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પાલન કરવાની વિધિની પૂરી સૂચનાઓ આપ્યા પછી સાધકના ભાવને સ્થિર કરવા, ઉપદેશાત્મક ભાવથી છઠ્ઠા અધ્યયનમાં સારભૂત બોધ આપવામાં આવ્યો છે, તે બધી ગાથાઓ અનુવાદ સાથે પ્રકાશિત થઈ રહી છે. માટે અહીં અમારે ગાથાનો ઉલ્લેખ કરવાનો નથી, પરંતુ શાસ્ત્ર વાંચનથી અમારી આ ઉક્તિ પ્રત્યક્ષ જોઈ શકાશે.
ત્યારબાદ સાતમા અધ્યયનમાં શાસ્ત્રકારે વાણીયોગને સ્પર્શ કર્યો છે અને શરૂથી છેલ્લે સુધી તે અધ્યયનમાં વચન સંયમ માટે સૂચનો મૂકવામાં આવ્યા છે. ખરેખર સંપૂર્ણ જૈનાગમોમાં પાણી માટે કે વચન માટે ઘણો ઊંડો વિચાર કરવામાં આવ્યો છે અને મનુષ્યની વાણીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આટલા વિસ્તાર સાથેનો વિચાર અન્યત્ર
ક્યાં ય ભાગ્યે જ જોવા મળશે. તો અહીં પણ દશવૈકાલિક સત્રના પ્રણેતા ગણધરોએ કે આચાર્ય ભગવંતે આખું શાસ્ત્ર સંક્ષિપ્ત અને સારભૂત હોવા છતાં તેમાં પાણી માટે આ એક સંપૂર્ણ અધ્યયન ફરમાવ્યું છે.
વચનયોગના બે મુખ્ય પ્રકાર જૈન તત્ત્વજ્ઞાનમાં દષ્ટિગોચર થાય છે.– (૧) નિર્વધ વાણી (૨) સાવધ વાણી. નિર્વધ વાણી એટલે નિર્દોષ વાણી, અહિંસક વાણી. સાવદ્ય વાણી એટલે સદોષ વાણી, હિંસા ભાવોથી ભરેલી વાણી. જૈન શાસ્ત્રકારોનું એ દઢ મંતવ્ય છે કે મનુષ્યના આંતરિક વિકારો તેની વાણીમાં પ્રગટ થાય છે અને આ દોષો
જ્યારે વાણીમાં પ્રગટ થાય છે ત્યારે વ્યક્તિ અતિક્રમનું રૂપ મૂકી વ્યતિક્રમથી લઈ અનાચાર સુધીના ભાવોને ભજે છે. માટે શાસ્ત્રોકારોએ વાણીના નિર્વધ ભાવોને દષ્ટિગત રાખી આ સાતમા અધ્યયનમાં સદુપદેશ આપ્યો છે. તે આંતરિક દોષ વાણીમાં પ્રવાહિત ન થાય તેવા સૂચનો આ અધ્યયનમાં કર્યા છે.
જેમ અગ્નિકણ પ્રજ્વલિત થયા પછી જો તે સૂકા ઘાસ સુધી પહોંચી જાય તો દાવાનળનું રૂપ ધારણ કરે; તેમ આંતરિક દોષો જો વાણીને સ્પર્શ કરી લે તો મહાઅનર્થનું મૂળ બને. અહીં અમે આ ઈશારા માત્ર વાત કહી છે. પરંતુ શાસ્ત્રકારે બખૂબી (કુશળતા પૂર્વક) આ સાતમા અધ્યયનમાં તે વાતને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરી છે. તેઓએ માનો કે અનેક આગમના ઉપદેશોને સંક્ષિપ્ત કરી શિષ્યોના કલ્યાણ માટે આ સૂત્ર રૂપે એક મોતીની માળા બનાવી છે.
દશવૈકાલિક સૂત્રનું મૂલ્યાંકન તેના લઘુ શરીરમાં ભરેલા મોતી અને હીરાથી કરવામાં આવ્યું છે. ઘણા વિદ્વાનો દશવૈકાલિકની આ ઉત્તમ શૈલીથી મંત્રમુગ્ધ છે. તે જ
&
26 ,