________________
પ્રસ્તાવના
જેસલમેર, પાટણ તથા ખંભાતના હસ્તલિખિત પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીય પ્રતિઓના ફોટા તથા ઝેરોક્ષ લેવા માટે તે તે સ્થાનના ટ્રસ્ટના કાર્યવાહકોએ અમને સંમતિ આપી અને અનુકૂળતા કરી આપી છે, તે માટે તેમને ઘણા ઘણા ધન્યવાદ ઘટે છે.
આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં મારા શિષ્યવર્ગે ખૂબ જ ખૂબ સહકાર આપ્યો છે. તેમજ મારાં સંસારી માતૃશ્રી સંઘમાતા શતવર્ષાધિકા, સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજના પરમસેવિકા શિષ્યાશ્રી સ્વ. સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ આમાં ઘણો સહકાર આપ્યો છે. અમે જે અનેક અનેક તાડપત્રી પ્રતિઓનો ઉપયોગ કર્યો છે, તે બધી મોટા ભાગે ફોટા રૂપે છે, અથવા ઝેરોક્ષ રૂપે છે. ફોટાના ઝીણા ઝીણા અક્ષરો વાંચવા, ફોટા તથા ઝેરોક્ષ કોપીમાંથી તે તે સ્થળોના પાઠો શોધી કાઢવા, એ સામાન્ય રીતે કોઈની કલ્પનામાં પણ ન આવી શકે એવું અતિ કષ્ટદાયક કામ છે. આ સાધ્વીજીએ શ્રુતભક્તિથી આવું ઘણું ઘણું કામ અત્યંત હર્ષપૂર્વક કર્યું છે. મુફોને વાંચવામાં પણ ખૂબ શ્રમ અને ઝીણવટભરી નજર માંગી લે છે. એ કામ આ સાધ્વીજીએ કર્યું છે તથા તેમના પરિવારે પણ ઘણો જ ઘણો સહકાર વિવિધ કાર્યોમાં આપ્યો છે, તે માટે તે ઘણા ધન્યવાદને પાત્ર છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સંમતિથી જ પૂ૦ સાધુ-સાધ્વીજી મહારાજ તથા જ્ઞાનભંડાર આદિને યથાયોગ ભેટ આપવા માટે આ જ ગ્રંથની ત્રણસો કોપીઓ શ્રી સિદ્ધિ-ભુવન-મનોહર જૈન ટ્રસ્ટ, અમદાવાદ તથા શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર- વતી વધારે કઢાવેલી છે. આ સંમતિ આપવા માટેશ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યવાહકોને અનેકશઃ અભિનંદન તથા ધન્યવાદ ઘટે છે.
આ ગ્રંથનું કમ્પોઝીંગનું જટિલ કામ અજયભાઈ સી. શાહ સંચાલિત શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ (અમદાવાદ)ના વિમલકુમાર બિપિનચંદ્ર પટેલે હરિદ્વાર, સમેતશિખરજી, નાકોડાજી, લોલાડા વગેરે દૂર દૂરના સ્થળોએ આવીને ખંતપૂર્વક અમારી સમક્ષ કર્યું છે, તે માટે તે પણ ધન્યવાદને પાત્ર છે.
આ પુણ્ય કાર્યમાં દેવ-ગુરૂકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વેને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે.
પૂજ્યપાદ અનંત ઉપકારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના કરકમળમાં આ ગ્રંથ રૂપી પુષ્પ મૂકીને તેમના દ્વારા જિનવાણીરૂપી પુષ્પથી જિનેશ્વર પરમાત્માની પૂજા કરીને આજે ધન્યતા અનુભવું છું. લોલાડા, (તા. સમી, જિ. પાટણ)
પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારઉત્તર ગુજરાત, પિન-૩૮૪૨૪ર. વિક્રમ સં.૨૦૫૯,
- પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરશિષ્યઆસો સુદિ ૧૦ (વિજયાદશમી)
પૂજ્યપાદ સદ્ગુરૂદેવ મુનિરાજશ્રીભુવનવિજ્યાન્તવાસી રવિવાર, તા.૫-૧૦-૨૦૦૩.
મુનિ જંબૂવિજય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org