________________
૪
પ્રકાશન સમયે આપવાની અમારી ભાવના છે.
સ્થાનાંગના દશમા અધ્યયનમાં સૂ. ૭૪૭માં સંઘ્યાન - ગણિતનો ઉલ્લેખ આવે છે. તે સંબંધમાં જૈનવિશ્વભારતી-લાડનુંથી પ્રકાશિત થયેલા ળું સૂત્રમાં છપાયેલું તેરાપંથી આચાર્યશ્રી નથમલજીએ હિન્દીમાં લખેલું ટિપ્પણ ત્રીજા પરિશિષ્ટમાં ઉદ્ધૃત કરીને અમે આપ્યું છે, તેમજ આ અંગે વિસ્તૃત વિચારણા કરતો હિન્દી ભાષામાં એક નિબંધ અનુપમ જૈન એવં સુરેશચંદ્ર અગ્રવાલે લખેલો છે અને તે નૈન આમોં મેં નિહિત નિતીય અધ્યયન વિષય આ શીર્ષકથી પાર્શ્વનાથ વિદ્યાપીઠ (વારાણસી-૫) થી પ્રકાશિત થયેલા Aspects of Jainology Vol. I માં પૃ.૭૫ થી ૮૮માં છપાયેલો છે. તે પણ પરિશિષ્ટમાં ટિપ્પણોમાં અહીં ઉદ્ધૃત કર્યો છે.
ધન્યવાદ :- શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ જૈનગ્રંથમાળાના પ્રણેતા પુણ્યનામધેય આ.પૂ.મુશ્રી પુણ્યવિજયજી મહારાજને અનેકશઃ વંદન પૂર્વક હૃદયથી શ્રદ્ધાંજલી અર્પણ કરૂં છું. દ્વાદશારનયચક્રના સંશોધન-સંપાદન દ્વારા આ સંશોધન-સંપાદન ક્ષેત્રમાં મને તેઓ જ લાવ્યા
હતા.
પ્રસ્તાવના
સ્વપૂ॰ આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગી૨થ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે, તેઓશ્રીને પણ આ પ્રસંગે ભાવપૂર્વક વંદન કરૂં છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મુંબઈના કાર્યવાહકોએ આના અત્યંત દ્રવ્યવ્યયસાધ્ય મુદ્રણની જવાબદારી ઉપાડી છે, અને અમને સદા પ્રોત્સાહન આપ્યું છે.
શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણા નગરમાં, વીસાનીમાની ધર્મશાળામાં, વિક્રમસંવત્ ૨૦૫૧, પોષ સુદ દસમ બુધવારે ૧૦૧ મા વર્ષે તારીખ ૧૧-૧-૧૯૯૫ની રાત્રે ૮-૫૪ મીનીટે સ્વર્ગસ્થ થયેલાં મારાં પરમ ઉપકારી પરમપૂજ્ય માતૃશ્રી સંઘમાતા સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ૦ સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં બહેન તથા શિષ્યા છે, તેમના સતત આશીર્વાદ, એ મારૂં અંતરંગ બળ તથા મહાનમાં મહાન્ સદ્ભાગ્ય છે. મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રી દેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦માં કાર્તિક સુદ બીજે, રવિવારે (તા.૬-૧૧-૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો, તેમનું પણ આ પ્રસંગે ખૂબજ સદ્ભાવથી સ્મરણ કરૂં છું.
મારા અતિવિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્ય સેવાભાવી મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજી, તપસ્વી મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી તથા મુનિરાજશ્રી મહાવિદેહવિજયજી આ કાર્યમાં રાત-દિવસ અતિસહાયક રહ્યા છે.
આ ગ્રંથના મુદ્રણ આદિમાં, હમણાં અમદાવાદમાં રહેતા પણ મૂળ આદરિયાણાના વતની જીતેન્દ્રભાઈ મણીલાલ સંઘવી તથા માંડલના વતની અશોકભાઈ ભાઈચંદભાઈ સંઘવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org