________________
१२
પ્રસ્તાવના
જ અથવા તેમના સમયમાં સ્થાનાંગસૂત્રમાં ભૂતકાલીન ઘટનારૂપે પ્રક્ષિત કરવામાં આવી હોય.
સ્થાનાંગટીકામાં પૃ. ૬૨૯માં નોશ્રી તથા પૃ૦ ૭૬રમાં નોકઝીટીા નો પાઠ ઉદ્ધત કરેલો છે. આ તો શ્રી ગ્રંથ તથા નોશ્રી ટીકા કોણે બનાવેલા છે, ક્યારે બનાવેલા છે ? તેની અમને કશી જ ખબર નથી. આ વિષે સંશોધકોએ ગવેષણા કરવાની જરૂર છે.
સ્થાનાંગસૂત્ર તથા તેની ટીકા વિષે આજ સુધી જે જે પ્રકાશનો જ્યાં જ્યાંથી પ્રકાશિત થયાં છે તેની વિગતવાર માહિતી ઓસ્ટ્રેલિયાના વિદ્વાન (Royce Wiles) રોયસ વિલેસે Bibliography of the Swetamber Canon માં વિસ્તારથી આપી છે. સંક્ષેપમાં અમારી જાણમાં મહત્ત્વનાં આ પ્રકાશનો છે
સ્થાનાંગ-સમવાયાંગ મૂળમાત્રનું પ્રકાશન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની અનેક સંસ્થાઓ તરફથી થયેલું છે. તે ઉપરાંત સ્થાનકવાસી તથા તેરાપંથી સંઘની પણ અનેક સંસ્થાઓ તરફથી પ્રકાશન થયેલું છે. ગુજરાતી તથા હિંદી ભાષામાં અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે. સ્થાનાંગ ઉપર સૌથી પ્રાચીન વૃત્તિ નવાંગીવૃત્તિકાર આ.શ્રી અભયદેવસૂરીશ્વરમહારાજે વિક્રમ સંવત્ ૧૧૨૦ માં રચેલી છે. આ વૃત્તિ રાય ધનપતસિંહ તરફથી ઈસ્વીસન ૧૮૮૦ માં કલકત્તાથી પ્રકાશિત થયેલી છે, તે પછી આગમોદયસમિતિ તરફથી ઈસ્વીસન ૧૯૧૮ તથા ૧૯૨૦ માં બે ભાગમાં પ્રકાશિત થઈ છે. આનું જ પુનર્મુદ્રણ અને પ્રકાશન શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી પણ વિક્રમ સંવ ૨૦૫૧ માં થયું છે. ઈસ્વીસન ૧૯૩૭ માં શેઠ માણેકલાલ ચુનીલાલ (અમદાવાદ) તરફથી પણ પ્રકાશિત થઈ છે. સ્થાનાંગ ઉપર વિક્રમ સંવત ૧૬૫૭ માં નગર્ષિગણીએ વૃત્તિ રચેલી છે. તથા આ.ભ.શ્રી અભયદેવસૂરિવિરચિતવૃત્તિમાં ઉદ્ધત કરેલી ગાથાઓના વિવરણરૂપે વિક્રમ સંવત્ ૧૭૦૫ માં સુમતિકલ્લોલગણિ તથા હર્ષવર્ધનગણિએ રચેલા સંસ્કૃત ગાથાવિવરણના હસ્તલિખિત આદર્શો મળે છે.
સ્થાનાંગસૂત્ર ઉપરની પં. શ્રી મિત્રાનંદવિજયજી મહારાજ સંપાદિત નગર્ષિગણિ વિરચિત દીપિકાવૃત્તિનો પ્રથમ ભાગ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, સુરતથી પ્રકાશિત થયેલો છે.
મોતીલાલ બનારસીદાસ (દિલ્હી ૭) તરફથી એક જ વોલ્યુમમાં સટીક સ્થાનાંગ - સમવાયાંગ અનેક મહત્ત્વના પરિશિષ્ટો તથા શુદ્ધિપત્રક સાથે ઈસ્વીસન ૧૯૮૫ માં પ્રકાશિત થયાં છે. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખા બાવળ-શાંતિપુરી, સૌરાષ્ટ્ર (સંપાદક- શ્રી જિનેન્દ્રસૂરિજી મહારાજ) થી મૂલમાત્ર સ્થાનાંગસૂત્ર પણ ઇ.સ. ૧૯૭૫માં પ્રકાશિત થયું છે.
ગામથુતપ્રકાશન દ્વારા આગમોદયસમિતિના પ્રકાશનના આધારે મુનિશ્રી દીપરત્ન સાગરજીએ સંપાદિત-પ્રકાશિત કરેલા આગમસુરાણિ મૂળમાત્ર તથા સટીક ગ્રંથમાં પણ મૂલમાત્ર તથા સટીક સ્થાનાંગસૂત્ર ઈ.સ.૨૦૦૦ માં છપાયું છે.
સ્થાનકવાસી જૈન સંઘમાં મહત્ત્વનાં નિમ્નલિખિત પ્રકાશનો અમારી જાણમાં છે. ૧. અમોલકઋષિકૃત હિન્દી અનુવાદ સાથે, પ્રકાશક- જૈનશાસ્ત્રોદ્ધાર મુદ્રાલય, સિકંદરાબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org