Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એટલે કે પ્રમાદને અધીન થયેલા જીવ દ્વારા તે કર્મ કરાયું છે. અને તે કર્મ જનિત દુઃખથી જીવે ડરતાં હોય છે.
પ્રશ્ન–હે ભગવન્! તે દુઃખને નાશ કયા ઉપાયથી કરી શકાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! બન્ધહેતુના પ્રતિપક્ષભૂત જ્ઞાનાદિકથી તે દુઃખને નાશ કરી શકાય છે.
ટીકાથ–સમસ્ત હેય (ત્યાજ્ય) ધર્મોને ત્યાગ કરનારને આર્ય કહે છે. હે આર્યો ! ” આ પ્રકારના સંબોધનથી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણ નિગ્રંથને સંબોધિત કર્યા છે. તેમને ધર્મતત્વ સમજાવવાના આશયથી આ પ્રકારનું સંબોધન કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે
હે શ્રમણ ! કહે, પ્રાણીઓને કેને ભય હાય છે?” મહાવીર પ્રભુના આ પ્રકારના પ્રશ્નને એ નિષ્કર્ષ નીકળે છે કે શિષ્ય પૂછે કે ન પૂછે તે પણ ગુરુજનેએ તેમના હિતને વિચાર કરીને તેમને ધર્મતત્વ સમજાવવું જ જોઈએ. કહ્યું પણ છે કે-“પુર” ઈત્યાદિ.
૩ાસંમત્તિ” આ વર્તમાનકાલિક ક્રિયાને અહીં જે નિર્દોષ થયા છે તે તકાલની અપેક્ષાએ જ કર્યો છે. કર્મને કર્તા જીવ જ છે, પરંતુ પ્રમાદને અધીન થયેલે જીવ જ એવું કર્મ કરે છે. આ કથન દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગથી રહિત હોય એ જીવ કર્મ કરતું નથી. પ્રમાદના આઠ પ્રકારના છે કહ્યું પણ છે “ઘમામ ૨” ઈત્યાદિ (1) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) શ્રેષ, (૬) મતિવંશ, (૭) ધર્માનાદર, અને (૮) મેંગેનું દુપ્પણિ ધાન. કહ્યું પણ છે કે –“પમાગીય ” ઈત્યાદિ.
ત્રિસ્થાનકના પ્રકરણમાં આ સૂત્રને સમાવેશ કરવાનું કારણ એ છે કે અહીં નીચેના ત્રણ પ્રશ્નોત્તરનું નિરૂપણ કરાયું છે-“ જામવાવાળાર, નવેoi વડે સુણે પમાણoi૨, કબૂમ વેફરે” આ રીતે ત્રિસ્થાનકેના અધિકારમાં આ સૂત્રને સમાવેશ કરવામાં કઈ બાધ નથી. સૂ. ૪૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫