Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યાકુલ કરી શકતા નથી. એવા સાધુ આગળ તે પરીષહે પિતે જ પરાજિત થઈ જાય છે. આ રીતે અવ્યવસિત સૂત્રની વ્યાખ્યા કરતાં વ્યવસિત સૂત્રની વ્યાખ્યા વિપરીત છે.
નિર્ચ થ પ્રવચનાદિ ત્રણ સ્થાન વ્યવસિત જીવને માટે હિતકર હોય છે, એટલે કે પય્યાન્ન ભજનની જેમ અષકર હોય છે, આલેકમાં અને પરલેકમાં તે તેના માટે તથા અન્યને માટે હિતકર હોય છે, “સુર્વ” સુખકર અથવા આનંદદાયક હોય છે, જેમ તટસ્થાને સરબતનું પાન આનંદદાયક થઈ પડે છે, તેમ તેને તે આનંદદાયક થઈ પડે છે. “ક્ષમ” જેમ રોગથી પીડાતા જીવને ઔષધિનું પાન ઉચિત થઈ પડે છે, તેમ તેને ઉચિતરૂપ થઈ પડે છે. તે તેને માટે નિઃશ્રેયસરૂપ-નિશ્ચિતરૂપે શ્રેયસ્કારક નિવડે છે. જેમ ભાવપૂર્વક કરાયેલાં પંચ નમસ્કાર શ્રેયસ્કારક હોય છે, એમ તે જીવને માટે શ્રેયસ્કારક અને પ્રશસ્ત નિવડે છે. જેમ ભાસ્વર (અપારદર્શક) દ્રવ્યથી જનિત છાયા અનુગમનશીલ હોય છે, તેમ તે તેને માટે આનુગામિક નિવડે છે. બાકીનું સમસ્ત કથન સુગમ છે. વ્યવસિત પુરુષ પ્રજિત થઈને પરીષહોને જીતી લે છે–પરિષહે તેને પરાજિત કરી શકતા નથી, એ આ સૂત્રને ભાવ છે. આ સૂ. ૯૦
પૃથિવીકે સ્વરૂપના નિરૂપણ
પહેલાના પ્રકરણમાં જેવા અણગારની પ્રરૂ પણ કરવામાં આવી, એવા અણગારો આ પૃથ્વી પર જ વિચરતા હોય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર પૃથ્વીના સ્વરૂપનું નિરૂપણ કરે છે –
grivi ” ઈત્યાદિ
પ્રત્યેક પૃથ્વી ત્રણ વલથી ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં સારી રીતે વેષ્ટિત થયેલી કહી છે. તે ત્રણ વલયનાં નામ આ પ્રમાણે છે-(૧) ઘનાદધિ વલય, (૨) ઘનવાત વલય, અને (૩) તનુવાત વલય. આ સૂત્રને વિસ્તૃત અર્થ આ પ્રમાણે છે–
રત્નપ્રભા આદિ પૃથ્વી સમસ્ત દિશાઓ અને વિદિશાઓમાં પૂર્વોક્ત ઘનેદધિ આદિ ત્રણે વાતવલયોથી સારી રીતે વેષ્ટિત (વીંટળાયેલી) છે. જેમાં હિમશિલાના જે ઉદધિ (જલસમૂહ) ઘન રૂપે જમા થયેલું રહે છે, તેને ઘોદધિ કહે છે. એ જ વલયના જેવું વલય વેષ્ટ + છે, તેથી તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૩૭