Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દુર્ગતિ-સુગતિરૂપ પરિણામોં કે એવં દુર્ગત-સુગત કે ભેદોં કા નિરૂપણ
પ્રાણાતિપાત આદિને પરિત્યાગ કરનાર મનુષ્ય દુર્ગતિમાં જાય છે, તેથી સુગતિવાળા જીવને સુરત અને દુર્ગતિવાળા જીવને દુર્ગત કહે છે. તેથી હવે સૂત્રકાર દુર્ગતિ અને સુગતિ રૂપ પરિણામેના ભેદોનું અને દુર્ગત અને સુરતના ભેદનું નિરૂપણ ચાર સૂત્રે દ્વારા કરે છે.
વત્તા સુnો જત્તાવોઈત્યાદિ–
સૂત્રાર્થ-દુર્ગતિ ચાર કહી છે—(1) નૈરયિક દુર્ગતિ, (૨) તિર્યનિક દુર્ગતિ, (૩) મનુષ્ય દુર્ગતિ, અને (૪) દેવ દુર્ગતિ.
ચાર સુગતિ કહી છે–(૧) સિદ્ધ સુગતિ, (૨) દેવ સુગતિ, (૩) મનુષ્ય સુગતિ અને (૪) સુકુલ પ્રત્યાયાતિ.
ચાર દુર્ગત કહ્યા છે–(૧) નરયિક દુર્ગત, (૨) તિયનિક દુર્ગા, (૩) મનુષ્ય દુર્ગત અને (૪) દેવ દુર્ગત
ચાર સુગત કહ્યા છે–(૧) સિદ્ધ સુગત, (૨) દેવ સુગત, (૩) મનુષ્ય સુગત અને (૪) સુકુલ પ્રત્યાયાત સુરત
વિશેષાર્થ જે ગતિ નિન્દ્રિત છે, તેમને દુર્ગતિ કહે છે. નૈરયિક સંબધી જે ગતિ છે તેને નૈરવિક દુર્ગતિ કહે છે. સૂકર (સ્વર) આદિ
નિમાં જન્મ ધારણ કરવાની અપેક્ષાએ તિર્યનિને દુર્ગતિરૂપ કહી છે. અકર્મભૂમિ આદિમાં જન્મની અપેક્ષાએ મનુષ્યગતિને પણ દુર્ગતિરૂપ કહી છે. કિવિષિકાદિ દેવામાં જન્મની અપેક્ષાએ દેવગતિને પણ દુર્ગતિરૂપ કહી છે.
પ્રશસ્ત ગતિએનું નામ સુગતિ છે, તેના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ – સિદ્ધપદ પ્રાપ્તિરૂપ જે ગતિ છે, તેનું નામ સિદ્ધ સુગતિ છે. ઈન્દ્રવ પદ પ્રાપ્તિરૂપ જે ગતિ છે તેનું નામ દેવ સુગતિ છે. કર્મભૂમિમાં અવતરિત થઈને આર્ય દેશમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી તેનું નામ મનુષ્ય સુગતિ છે. દેવલોકમાંથી ચવીને ઈફવાકુ આદિ ઉત્તમ વંશમાં મનુષ્ય રૂપે જે જન્મ પ્રાપ્ત થાય છે તેને સુકુલ પ્રત્યાયાતિ કહે છે.
શંકા–સુકુલ પ્રત્યાયાતિને મનુષ્ય સુગતિમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે સુકુલ પ્રત્યાયાતિ મનુષ્ય સુગતિ રૂપ જ હોય છે. છતાં અહીં તેમને અલગ અલગ સુગતિરૂપ શા માટે કહેલ છે?
ઉત્તર–મનુષ્ય સુગતિ કર્મભૂમિના આર્ય દેશમાં મનુષ્યભવ ગ્રહણ કરવા રૂપ હોય છે, તેથી સાધારણ જી પણ તેની પ્રાપ્તિ કરી શકે છે. પરન્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૨૫