Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાર પ્રકાર કહ્યા છે-(૧) આચારક્ષેપણું, (૨) વ્યવહારક્ષેપણ, (૩) પ્રજ્ઞત્યા ક્ષેપણું, અને (૪) દષ્ટિવાદાક્ષેપણ.
જે કથા દ્વારા લેચ આદિ કરવાનું અને સ્નાન આદિ નહીં કરવાનું પ્રતિ પાદન કરવામાં આવે છે, તે કથાને આચારક્ષેપણ કથા કહે છે. કેઈ પણ પ્રકારે થઈ ગયેલા દોષને દૂર કરવા માટેના પ્રાયશ્ચિત્ત આદિનું જે કથા દ્વારા પ્રદર્શન થાય છે તે કથાને વ્યવહારક્ષેપણ કથા કહે છે. સંશયયુક્ત શ્રોતાને પ્રિયવચને દ્વારા પ્રબોધન રૂપ પ્રજ્ઞતિનું જે કથા દ્વારા પ્રદર્શન થાય છે તે કથાને પ્રજ્ઞપ્તિ આક્ષેપણી કથા કહે છે અને આશ્રય લઈને સૂફમ જીવાદિ પદાર્થોનાં ભાવેનું પ્રતિપાદન જે કથા દ્વારા કરવામાં આવે છે, તે કથાને દૃષ્ટિવાદાક્ષેપણી કથા કહે છે. આક્ષેપણું કથાના લાભને આ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. “ વિજ્ઞાને તવો” ઈત્યાદિ,
જરૂરિષદ” ઈત્યાદિ. વિક્ષેપણી કથા ચાર કહી છેજે કથામાં પહેલાં સ્વસમયના (જૈન સિદ્ધાન્તના) ગુણેને પ્રકટ કરવામાં આવે છે, અને ત્યારબાદ અન્ય સિદ્ધાના દોષે પ્રકટ કરવામાં આવે છે, તે કથાને પહેલા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે.
જે કથામાં પહેલાં પર સિદ્ધાન્તગત દેને પ્રકટ કરીને સ્વસિદ્ધાન્તના ગુણેને પ્રકાશિત કરવામાં આવે છે, તે કથાને બીજા પ્રકારની વિક્ષેપણ કહે છે.
- જે કથા પર સિદ્ધાન્તમાં જેટલે સમ્યગ્વાદ છે-જિનાગમના તાત્વિક વિવેચન સાથે મળતું આવે એવું કથન છે–તેને પણ પ્રકટ કરે છે અને તેમાં એટલે મિથ્યાવાદ-જિનક્તિ તત્વ કરતાં વિપરીત કથન છે, તેને પણ પ્રકાશિત કરે છે, તે કથાને ત્રીજા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે.
જે કથા પર સમયમાં (સિદ્ધાન્તમાં) જે મિથ્યાત્વ છે તેને પ્રકટ કરીને સમ્યગ્વાદનું પ્રતિપાદન કરે છે તેને ચોથા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે. અથવા જે કથા નાસ્તિકવાદીના સિદ્ધાન્તનું ખંડન કરીને આસ્તિકવાદના સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે, તે કથાને ચેથા પ્રકારની વિક્ષેપણ કથા કહે છે.
સંવેળી ૪ રવિઈત્યાદિ-સંવેદની કથા ચાર પ્રકારની કહી છે. (૧) ઈહલોકસંવેદની, (૨) પરલેક સંવેદની, (૩) આત્મશરીર સંવેદની અને (૪) પરશરીર સંવેદની
જે કથા આ લેકના લક્ષણ દ્વારા મનુષ્ય જન્મના સ્વરૂપ પર પ્રકાશ નાખે છે, એવી કથાને “ઈહિલેક સંવેદની કથા કહે છે. જેમકે “આ મનુષ્ય જન્મ અસાર છે, અનિત્ય છે, મેઘમંડળની જેમ જોતજોતામાં વિલીન થઈ જાય એવે છે, આ પ્રકારની કથાને ઈહલોક સંવેદની કથા કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫૦