Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંસાર છે-ઉત્પત્તિ સ્થાનપર ગમન છે, તે નૈરયિક સંસાર છે. અથવા અવસ્થાન્તર પ્રાણિરૂપ નૈરયિક સંસાર છે. એટલે કે નૈરયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય આયુકમને જે બંધ જે જીવે કરી દીધું હોય તે જીવ નરયિક કહેવા
ગ્ય બની જાય છે. તેથી એ જ જીવ જ્યારે અવસ્થાન્તર રૂપ નરયિક પર્યાયથી યુક્ત થઈ જાય છે, ત્યારે તે નૈરયિક પર્યાયની પ્રાપ્તિકારક નરયિક સંસારને જીવ કહેવાય છે. આ પ્રકારનું કથન તિર્ય, મનુષ્ય અને દેવ, આ ત્રણે સંસારો વિષે પણ સમજવું. એવા તે સંસારને સદૂભાવ આયુકમના ઉદયથી જ સંભવી શકે છે, આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આયુનું નિરૂપણ કરે છે. “ રવિ શagઈત્યાદિ–
જે પ્રતિક્ષણ વ્યતીત થતું રહે છે તે આયુ છે. તે આયુ કર્મ વિશેષ છે. નરયિક આયુ, તિર્યંચાયુ, મનુષ્પાયુ અને દેવાયુ, આ પ્રકારે તેના ચાર ભેદ છે. જે જીવોને નિયભવમાં રાખે છે તે કર્મને નિરયાયુ કર્મ કહે છે. એ જ પ્રમાણે આયુના બાકીના ત્રણ ભેદનું પણ કથન સમજી લેવું. ઉક્ત આયુ જીવને અમુક ભવમાં સ્થાપિત કરે છે, તેથી હવે સૂત્રકાર “જવિરે મરે” ઈત્યાદિ સૂત્ર દ્વારા ભવનું નિરૂપણ કરે છે. ભવ એટલે ઉત્પત્તિ, નરયિક રૂપ જીવને જે ભવ છે તેને નૈરયિક ભવ કહે છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભવ વિષેનું કથન પણ જાતે જ સમજી લેવું. સૂ. ૫૬ છે
આ સમસ્ત જીવેમાં આહારવાળા જ હોય છે. આ સંબંધને લઈને હવે સૂત્રકાર આહારની પ્રરૂપણ કરે છે. “ટિવ બારે જો "ઈત્યાદિ–
આહારકે સ્વરૂપના નિરૂપણ
સૂત્રાર્થ–આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ બીજી રીતે પણ આહારના ચાર પ્રકાર કહ્યા છે–(૧) ઉપકર સંપન્ન, (૨) ઉપસ્કૃત સંપન્ન, (૩) સ્વભાવ સંપન્ન અને (૪) પર્યેષિત સંપન્ન.
વિશેષાર્થ-જીવ દ્વારા જે આહત થાય છે, તે આહાર છે તેના અશન આદિ જે ચાર પ્રકાર કહ્યા છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–જે ખાવામાં આવે છે તે ભેજનને અશન કહે છે. જે પીવામાં આવે છે તે ભાત આદિના ધોવણ જળ વગેરેને પાન કહે છે. દ્રાક્ષાદિકને ખાદિમ કહે છે, એલાઈચી, લવીંગ, સોપારી, ધાણાદાળ, સૂર્ણ વગેરેને સ્વાદિમ કહે છે.
- આહારના ઉપસ્કર સંપન્ન આદિ ચાર પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–આહારને જે વિશિષ્ટ દ્રવ્યથી સુવાસિત કરવામાં આવે છે, એવા હિંગાદિ દ્રવ્યને ઉપકર કહે છે. તે ઉપસ્કરથી યુક્ત મગની દાલ વગેરે આહા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૮૧.