Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 311
________________ ક્ષેત્રનિરૂપણના સંબંધની અપેક્ષાએ હવે સૂત્રકાર ક્ષેત્રવિશેષની પ્રરૂપણા કરે છે. “ જુદીરે તીરે રેવન્યુત્તાવાળો” ઈત્યાદિ– સૂત્રાર્થ–જબૂદ્વીપ નામના આ દ્વીપમાં દેવકુ અને ઉત્તરકુરુ સિવાયના આ ચાર ક્ષેત્રને અકર્મભૂમિએ કહી છે, તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) હૈમવત, (૨) અરણ્યવત, (૩) હરિવર્ષ અને (૪) રમ્યક વર્ષ. - ચાર વૃતાઢય પર્વત કહ્યાં છે, તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) શબ્દાપતી, (૨) વિકટાપાતી (૩) ગન્ધાપાતી અને (૪) માલ્યવત્પર્યાય. ત્યાં પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહદ્ધિક આદિ વિશેષણવાળા દે રહે છે. તે દેવોનાં નામ આ પ્રમાણે છે–(૧) સ્વાતી, (૨) પ્રભાસ, (૩) અરુણ અને (૪) પદ્મ. જંબદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર ચાર પ્રકારના કહ્યાં છે – (૧) પર્વ વિદેહ. (૨) અપર વિદેહ, (૩) દેવકુરુ અને (૪) ઉત્તરકુરુ. સમસ્ત નિષધ અને નીલવન્ત વર્ષધર પર્વત ચારસો પેજન ઊંચા છે, અને તેમને ઉકેલ (ભૂમિગત વિસ્તાર)ચારસે ગભૂતિ (કસ) પ્રમાણ છે. જમ્બુદ્વીપમાં જે મન્દર પર્વત છે તેની પૂર્વ દિશામાં આવેલી શીતા નદીને ઉત્તર કિનારે ચાર વક્ષસકાર પર્વતે છે, તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) ચિત્રકૂટ, (૨) પશ્નકૂટ, (૩) નલિનકૂટ અને (૪) એક શૈલ. જંબુદ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ કિનારા પર આ ચાર વક્ષસ્કાર પર્વતે છે–(૧) ત્રિકૂટ, (૨) વૈશ્રવણ કૂટ, (૩) અંજન અને (૪) માતંજનજે બૂદ્વીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં જે શીતદા નામની મહાનદી છે તેના દક્ષિણ તટપર ચાર વક્ષસ્કાર પર્વતે આવેલા છે–(૧) અંકાવતી, (૨) પક્ષમાવતી, (૩) આશીવિષ અને (૪) સુખાવહ, એ જ શીદા નદીના ઉત્તર તટપર નીચે પ્રમાણે ચાર વક્ષસ્કાર પર્વતે છે તેના નામે–(૧) ચન્દ્ર પર્વત, (૨) સૂર્ય પર્વત, (૩) દેવ પર્વત અને () નાગ પર્વત. જંબુદ્વીપના મન્દર પર્વતની ચાર વિદિશાઓમાં સૌમનસ, વિદ્યુ...ભ, ગન્ધમાદન અને માલ્યવાન નામના ચાર વક્ષસ્કાર પર્વતે છે. જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યની અપેક્ષા એ ચાર અહ“ત, ચાર ચક્રવતી, ચા૨ બળદેવ અને ચાર વાસુદેવ ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. જંબુદ્વીપમાં મન્દર પર્વત પર ચાર વન છે– ૧) ભદ્રશાલ વન, (૨) નન્દનવન, (૩) સૌમનસવન અને (૪) પંડકવન. જમ્બુદ્વીપમાં મન્દર પર્વતપર આવેલા પંડક વનમાં ચાર અભિષેક શિલાઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે. (૧) પાંડુકમ્મલશિલા, (૨) અતિ પાંડુકમ્મલશિલા, (૩) રક્તકમ્બલશિલા અને (૪) અતિરક્તક...લશિલા. એ જ પ્રમાણે પુષ્કરવારદ્વીપના અપરાધ પર્યન્તના વિષયમાં પણ જંબુદ્વીપના જેવું જ કાળથી લઈને ચૂલિકા પર્યન્તનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૯ ૬

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328