Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 317
________________ નામના બીજા ત્રણ અંતરદ્વીપ છે. એવાં તે ચાર અંતરકીપિ હિમવાનું પર્વ. તની ચાર વિદિશાઓમાં (ઈશાનાદિ ખૂણાઓમાં) છે. તે અંતરદ્વીપમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે. “ઘgવધા” આ બહુવચનનું પદ પ્રત્યેક દ્વીપગત મનુષ્યની અપેક્ષાએ વપરાયું નથી, પણ ચારે દ્વીપના સમુદાયના મનુષ્ય માટે વપરાયું છે. ત્યાં જે નામના દ્વીપ કહ્યા છે, એ જ નામથી ઓળખાતા મનુષ્ય રહે છે તેમને દેખાવ મનહર હોય છે, તેઓ મનહર રૂપ સંપન્ન અને અંગેપગની સુંદરતાવાળા હોય છે. એકેક આદિ ચાર અંતરદ્વીપની વિદિશાઓમાં ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યમાં, લવણુ સમુદ્રને ૪૦૦-૪૦૦ એજન પાર કરીને આગળ જવાથી ૪૦૦-૪૦૦ જનની લંબાઈ પહોળાઈવાળા હયકર્ણ આદિ ચાર અંતરદ્વીપ આવે છે. તે અંતરદ્વીપમાં તેમના જેવા જ નામવાળા મનુષ્ય રહે છે. આ રીતે બીજા નંબરના ચાર અંતરદ્વીપનું આ વર્ણન થયું છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે–પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે હિમવાન અને શિખરી પર્વતના આઠે છેડા લવણું સમુદ્રમાં વિસ્તરેલા છે. તે પ્રત્યેક છેડાપર સાત સાત અંતરદ્વીપ છે, આ રીતે કુલ પ૬ અંતરદ્વીપ છે. તેમાંથી પહેલા અને બીજા નંબરના ચાર ચાર અંતરદ્વીપનું વર્ણન તે ઉપર મુજબ સમજવું જોઈએ. જે દ્વીપનું જેટલું અંતર છે, એટલે જ તેમને આયામ અને વિષ્કમ છે, આ વાત આગળ પણ પ્રકટ કરવામાં આવેલ છે. આ રીતે સાતમાં નંબરના જે ચાર અંતરહી છે, તેમનું છઠ્ઠા નંબરના થિી ૯૦૦-૯૦૦ જનનું અંતર છે અને તેમની લંબાઈ-પહેળાઈ પણ ૯૦૦-૯૦૦ જનપ્રમાણુ જ છે. ક્ષહિમવાનની વિદિશાઓમાં કુલ ૨૮ અંતરદ્વીપ છે, ત્યાં સુગલિકે વસે છે. તેમના શરીરની ઊંચાઈ ૮૦૦ જનપ્રમાણુ હોય છે, અને તેમનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. તથા અરવતક્ષેત્રના વિભાગે કરનારા શિખરી પર્વતની વિદિશાઓમાં પણ એ જ કમે અને એ જ નામવાળા ૨૮ અંતરદીપે આવેલા છે. અંતરદ્વીપની સ્પષ્ટતા કરનારી સંગ્રહગાથા આ પ્રમાણે છે-“ ગુણિમયં” ઈત્યાદિ. | સૂ. ૬૪ | આ પ્રમાણે અંતરદ્વીપનું અને અંતરદ્વીપસ્થ મનુષ્યોનું કથન પૂરું થયું. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જમ્બુદ્વીપની બહાદિકાથી શરૂ કરીને લવણું સમુદ્રને કયાં સુધી ઓળંગવાથી પાતાળકળશ આવે છે તથા પાતાળ કળસ્થ દેવોનું, લવણ સમુદ્રને પ્રભાસિત કરનારા ચન્દ્રોનું, અને તેમાં તપતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૩૦ ૨

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328