Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાદ ભિન્ન ભિન્ન સ્વભાવે પરિણુત થનારી કર્મપુલા રાશિ સ્વભાવાનુસાર અમુક અમુક પરિણામમાં જે વહેંચાઈ જાય છે, તે પરિણામ વિભાગને જ પ્રદેશ બન્ધ કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
કર્મપુલ જ્યારે જીવ દ્વારા ગ્રહણ કરાય છે ત્યારે કર્મરૂપ પરિણામને પ્રાપ્ત કરે છે. એટલે કે તેમાં એ જ સમયે ચાર અશોનું નિર્માણ થાય છે. તે અંશ જ બન્ધના પ્રકાર રૂ૫-પ્રકૃતિ બન્ય, સ્થિતિબન્ધ આદિ રૂપ છે. કમ પુલેમાં જ્ઞાનને શેકવા, દર્શનને રોકવાને, સુખદુઃખાદિને અનુભવ કરાવવાનો આદિ જે સ્વભાવ બને છે, એ જ પ્રકૃતિબન્ધ રૂપ છે. સ્વભાવનું નિર્માણ થવાની સાથે જ તે સ્વભાવમાં જ અમુક કાળની મર્યાદા સુધી રહેવાનું પણ તે કર્મ પુદ્ગલેને માટે નિર્મિત થાય છે. આ કાળમર્યાદાનું નિર્માણ જ સ્થિતિ બન્યા છે. સ્વભાવ નિર્માણની સાથે સાથે જ તેમાં તીવ્રતા, મન્દતા, આદિ રૂપે ફલાનુભવન કરાવનારી વિશેષતાઓનું પણ નિર્માણ થાય છે, એવી વિશેષતા જ અનુભાવબબ્ધ રૂપ છે. ગ્રહણ થયા બાદ જુદા જુદા સ્વભાવમાં પરિણત થનારી કર્મ પુદ્ગલ રાશિનું અમુક અમુક વિભાગમાં વિભક્ત થઈ જવું, તેનું નામ પ્રદેશ બન્યા છે
એ જ વાતનું ટીકાકારે વૃદ્ધોક્ત મેદક (લાડુ ) ના દાનથી પ્રતિપાદન કર્યું છે. જેમકે લોટ, ઘી, ગોળ અને કડવા મેથી આદિ દ્રવ્યના મિશ્રણથી બનાવેલે કે એક લાડુ વાતહર હોય છે, કેઈ એક લાડુ પિત્તહર હોય છે, કેઈ એક લાડુ કફનું શમન કરનારે હોય છે, કેઈ એક પ્રાણહર હોય છે, કઈ એક બુદ્ધિહર હોય છે, અને કેઈ એક વ્યામોહકર હોય છે, એજ પ્રમાણે જીવ દ્વારા ગૃહીત કર્મ પુદ્ગલ કર્મરૂપે પરિમિત થાય છે. ત્યારબાદ કઈ એક કર્મપ્રકૃતિ જ્ઞાનને આવૃત કરે છે, કેઈ એક કર્મ પ્રકૃતિ દર્શનને આવૃત કરે છે અને તે એક પ્રકૃતિ સુખદુઃખાદિ રૂપ વેદનને ઉત્પન્ન કરે છે. આ પ્રકારને કર્મને જે સ્વભાવ છે. એ જ પ્રકૃતિબન્ધ છે. જેમ તે લાડુની અવિનાશભાવની અપેક્ષાએ અમુક કાળ સુધી રહેવાની મર્યાદા હોય છે, તેમ કર્મોની પણ નિયત કાળ સુધી રહેવાની જે મર્યાદા હોય છે તેને સ્થિતિ બન્ય કહે છે. જેમાં લાડુમાં એક ગણે, બે ગણે આદિ રૂપ રસ હોય છે, તેમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૮૪