Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે જે અનેક ઘરોમાંથી ગ્રહણ કરવામાં આવે છે તેના તેઓ સમ્યક ગષયિતા હોય છે.
ટીકાથ––નિગ્રંથાદિમાં જ્ઞાનદશન ઉત્પન્ન ન થવાના સ્ત્રીકથા આદિ કારણે બતાવ્યાં છે. “આ સમય” પદ દ્વારા આરાને સમય તથા ચોથા આરામાં ઉત્પન્ન થયેલા અને પાંચમાં આરામાં પણ હૈયાતિ (અસ્તિત્વ) ધરાવતા માણસને સમય ગૃહીત થયું છે. જે શાનદર્શન સર્વ અવબોધ આદિ ગ દ્વારા મતિજ્ઞાન આદિ જ્ઞાનથી અને ચક્ષુદર્શન આદિ દશનેથી જહું પડે છે એવા જ્ઞાનને ‘અતિશેષ ” પત્ર દ્વારા ગ્રહણ કરવામાં આવ્યું છે. એવું તે અતિશેષ જ્ઞાનદર્શન કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ હોય છે. “સત્વસૂવાનY ” આ જે સૂત્રપાઠ અહીં આવ્યા છે તેને અર્થ “ ઉત્પન્ન થવાની ઈચ્છાવાળે ” થાય છે. પરંતુ જ્ઞાનાદિ કેમાં અભિલાષાને અભાવ હોય છે, તે કારણે તેને અર્થ “ઉત્પત્તિને વેગ્ય હોવા છતાં” લેવામાં આવેલ છે.
ચોથા આરાના સમયમાં અને ઉપલક્ષણની અપેક્ષાએ ચોથા આરામાં જન્મેલા મનુષ્યને પણ જે પાંચમાં આરામાં ઉત્પન્ન થવા એગ્ય છે એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થતું નથી. તે ઉત્પન્ન ન થવાના કારણે નીચે પ્રમાણે છે-(૧) તેઓ નિરંતર સ્ત્રીકથામાં નિરત રહે છે, વારંવાર ભકત (ભજનની) કથામાં લીન રહે છે, દેશકથા અને રાજકથામાં પણ નિરત રહે છે. તે કારણે અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પાદક ભાવને તેમનામાં અભાવ રહે છે. તે કારણે તેઓ તેમને ઉત્પન્ન કરી શકતા નથી. (૨) ક્ષીર નીર ન્યાયને તેમનામાં અભાવ હોય છે-શુદ્ધાશુ દ્ધ આહારમાંથી અશુદ્ધાહારને ત્યાગ કરવા રૂપ વિવેકને તેમનામાં અભાવ હોય છે. કાસગથી કમ (કાચબા) ની જેમ પિતાની ઇન્દ્રિયોને સંયમિત કરવી તેનું નામ વ્યુત્સર્ગ છે. તેઓ આ વિવેક અને યુત્સર્ગથી પિતાના આત્માને સમ્યગ રીતે ભાવિત (યુક્ત) કરતા નથી. તે કારણે પણ તેઓ અતિશેષ જ્ઞાનદર્શનથી વંચિત રહે છે.
(૩) “પુદગર૪” ઈત્યાદિ–રાત્રિના પ્રથમ પ્રહરને પૂર્વરાત્રિ કહે છે અને ચોથા પ્રહરને અપરાત્રિ કહે છે. તે પૂર્વરાત્રિની પછીની અપરાત્રિમાં અર્થાત્ રાત્રિના પાછલા ભાગમાં જેઓ ધર્મજાગરણ દ્વારા કુટુંબાદિની ચિન્તાને પરિ. ત્યાગ કરતા નથી. એટલે કે કુટુંબ વિષયક ચિન્તાને પરિત્યાગ કરીને જેઓ ધર્મ ચિન્તા રૂપ ભાવપ્રત્યુપ્રેક્ષાના કર્તા બનતા નથી, તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ અતિ શેષને ઉત્પન્ન કરનારા શુભ ભાવના અભાવને લીધે જ્ઞાનદર્શન ઉત્પન્ન કરી શકતા નથી. ભાવાનુપ્રેક્ષાનું સ્વરૂપ આ પ્રકારનું છે–“વાહ મg જિં નમાયા” ઈત્યાદિ અથવા “ોડરિથમે જોશ ઈત્યાદિ તથા “સુર” ઈત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫ ૬