Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચૈિત્રી પૂર્ણિમા પછી જે વદ એકમની તિથિ આવે છે, તેને “સુગ્રીષ્મ પ્રતિપદા' કહે છે. આ ચારે પ્રતિપદાની તિથિઓમાં સ્વાધ્યાયને નિષેધ છે.
એ જ પ્રમાણે ચાર સંધ્યાઓમાં સ્વાધ્યાયને જે નિષેધ કર્યો છે, તે પણ વિદ્ધ આવવાની સંભાવનાથી જ કર્યો છે. પ્રથમ સંધ્યા એટલે સૂર્યોદય પહેલાં અર્ધા મુહૂર્તને અને સૂર્યોદય બાદ અર્ધા મુહૂર્તને સમય. પશ્ચિમ સંધ્યા એટલે સૂર્યાસ્ત પહેલાને અર્ધા મુદ્દતને સમય તથા સૂર્યાસ્ત બાદ
જ્યાં સુધી દિશાએ લાલીમા યુક્ત રહે છે ત્યાં સુધી સમય. આ બને સંધ્યામાં સ્વાધ્યાય કરે જોઈએ નહીં. પૂર્વાહૂણ અને અપરાષ્ટ્રના સંધિ કાળને મધ્યાહુણ કહે છે. પૂર્વાણના અને અર્ધા મુહૂર્ત સુધી અને અપરહણની શરૂઆતના અર્ધા મુહૂર્ત સુધીના કાળમાં પણ સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. રાત્રિને પણ એ જ પ્રકારને જે મધ્ય ભાગ છે, તે મધ્યરાત્રિ રૂપ કાળમાં પણ સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. અહીં પણ મધ્યાહ્નના જેવું જ તે કાળનું પ્રમાણ સમજવું. આ રીતે આ ચાર સંધિયાઓમાં સ્વાધ્યાયને નિષેધ ફરમાવ્યું છે. મધ્યાહ્ન અને મધ્ય રાત્રિમાં જે સંધ્યાને વ્યવહાર થયે છે, તે સંધિકાળની અપેક્ષાએ થયે છે.
સૂત્રકારે સ્વાધ્યાય કરવાને ગ્ય જે પૂર્વાણ આદિ કાળ બતાવ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
દિવસના પહેલા પ્રહરને પૂર્વાણુ કહે છે દિવસના છેલા પ્રહરને અપરહણ કહે છે. રાત્રિના પ્રથમ પ્રહરને પ્રદેષકાળ કહે છે, અને રાત્રિના છેલ્લા પ્રહરને પ્રત્યુષ કહે છે. આ ચારે કાળને સ્વાધ્યાય કરવા માટેના ચોગ્ય સમય અહીં કહ્યા છે. તે સૂ. ૪૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫૮