Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાર નામ કહ્યાં છે, તે તમસ્કાયની પ્રગાઢ તમરૂપતાના પ્રતિપાદક છે. લોકમાં જે અન્ધકાર છે તેને કાન્યકાર કહે છે, એ બીજો કોઈ અધિકાર નથી. લેકમાં જે તમ છે તેનું નામ લેકતમ છે. દેવલેકમાં જે અન્ધકાર છે તેનું નામ દેવાન્ધકાર છે. એવા અન્ધકારમાં દેવોની શરીર પ્રભા પણ ફેલાઈ શકતી નથી, તે કારણે એવા તમસ્કાયને દેવાન્ધકાર કહ્યો છે.
વૃદ્ધો એવું કહે છે કે આ દેવાન્તકાર વ્યાપે ત્યારે બળવાન દેના ભયથી અન્ય દે છુપાઈ જાય છે, એ જ પ્રકારને દેવતમ પણ હોય છે.
તમસ્કાયના વાતપરિઘ આદિ જે ચાર નામ કહ્યું છે તે કાર્યને આધારે કહ્યાં છે. તમસ્કાયનું જે વાત પરિઘ નામ કહ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે. તે તમસ્કાય વાતને માટે અર્ગલા (આગળિયા) સમાન છે. અથવા લેહપિંડ એરણ સમાન છે. આ પ્રકારે તે પવનને પ્રતિરોધક હેવાથી તેનું નામ વાતપરિઘ પણ પડયું છે. પરિઘ શબ્દનો અર્થ અહીં અર્ગલા સમજ. તથા તેનું “વાતપરિઘક્ષોભ” નામ આ કારણે પડયું છે કે તે વાયુને પરિઘરૂપ પિતાના માર્ગથી ખલિત કરી દે છે. તેનું દેવારણ્ય નામ પડવાનું કારણ આ પ્રમાણે છે–બળવાન દેવાથી ભયભીત થયેલા દેને માટે તે અરણ્યની જેમ છુપાઈ જવાના સ્થાનની ગરજ સારે છે, તેથી તેને દેવઅરણ્ય પણ કહે છે. તેનું ચોથું નામ દેવબૃહ પડવાનું કારણ–રથ, ચક્ર, શકટ, આદિ સંગ્રામની ન્યૂહ રચનાને ભેદીને આગળ વધવાનું કાર્ય જેવું મુશ્કેલ છે, એવું જ આ અન્ધકારને ભેદવાનું પણ મુશ્કેલ છે. આ રીતે દેવેને માટે દુધિગમ્ય હેવાથી તેને દેવભૂહ કહ્યો છે.
હવે સૂત્રકાર એ વાતને પ્રકટ કરે છે કે આ તમસ્કાય કેટલા ક્ષેત્રને આવૃત કરે છે. “તુમુક્ષર ” ઈત્યાદિ-આ સમસ્કાય સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર, આ ચાર કલપને આવૃત (દેવકીકરીને રહે છે. તે તમસ્કાય અભાગમાં મલકના મૂળના જેવા આકારને છે અને ઊર્વભાગમાં કૂકડાના પિંજરાના જેવા આકારના છે. કહ્યું પણ છે કે તમે જે મેતે ! સંદિર पण्णत्ते ?" गोयमा! अहे मल्लग-मूलसंठाण संठिए, उप्पिं कुक्कुडपंजरसंठिए त्ति" મલ્લક એક માટીનું પાત્ર વિશેષ છે. તેના મૂળને ( તળિયાને) જેવો આકાર હોય છે, એ જ તમસ્કાયને આકાર કહ્યો છે. છે . ૫૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૭૧