Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક કુશ શરીરવાળા પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી, તેનું કારણ પહેલા ભાંગામાં બતાવ્યા પ્રમાણે સમજવું. (૩) કઈ કૃશ શરીરવાળા અને દઢ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થઈ જાય છે. તેનું કારણ નીચે પ્રમાણે છે–વિશિષ્ટ સંહનનવાળે પુરુષ જે સ્વ૯૫ મેહવાળે હેય તે શુભ પરિ. ણામના સદ્ભાવને લીધે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમાદિથી જ્ઞાનદર્શન ઉત્પન્ન કરી શકે છે. તેમાં શરીરની કૃશતા કે દઢતા બાધક નિવડતી નથી. (૪) જીવ ભલે કૃશ શરીરવાળે હોય કે દઢ શરીરવાળો હોય પણ કોઈ કઈ જીવ એ પણ હેય છે કે જે વિશિષ્ટ સંહનનવાળે હેવાને કારણે તે પ્રકારના શુભ પરિણામેના અભાવને લીધે નાનાવરણાદિકને ક્ષય પશમાદિ કરી શકતા નથી, તે કારણે એવા પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી, આ પ્રકારની આ ચતુર્ભગી સમજવી. સૂ. ૪૫ છે
વ્યાધાતકે સ્વરૂપ કા નિરૂપણ
આ રીતે જ્ઞાનદર્શનની ઉત્પત્તિનું કથન કરીને હવે સૂત્રકાર તેમના વ્યાઘાતનું કથન કરે છે. “નહિં ટાળÉિ નિરાંથા વા” ઈત્યાદિ–
નીચેના ચાર કારણથી નિર્ગથે અથવા નિગ્રંથીઓને આ સમયમાં, ઉત્પત્તિને ચગ્ય હોવા છતાં પણ અતિશેષ જ્ઞાનદર્શનની ઉત્પત્તિ થતી નથી. (૧) તે નિગ્રંથ અને નિર્ચથીઓ વારંવાર અકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા કરતા રહે છે. (૨) તેઓ પિતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી સારી રીતે ભાવિત કરતા નથી. (૩) પૂર્વરાત્રિ અને અપરાત્રિના સમયે તેઓ ધર્મજાગરણ કરતા નથી. (૪) પ્રાસુક-એષણીય અને ઉંછ આહાર કે જે અનેક ઘરમાંથી ગ્રહણ કરવામાં આવે છે, તેના સમ્યક ગષયિતા તેઓ હેતા નથી.
નીચેના ચાર કારણેથી નિગ્રંથ અથવા નિગ્રંથીઓ અતિશેષ જ્ઞાનદશન ઉત્પન્ન કરવાને પાત્ર બને છે અને તેથી તેઓ તેને પ્રાપ્ત કરે છે. તે ચાર કારણે આ પ્રમાણે છે–(૧) એવાં નિરાશે કથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા કરતા નથી. (૨) તેઓ વિવેક અને વ્યુત્સર્ગથી પિતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. (૩) તેઓ પૂર્વરાત્રિ અને અપરાત્રિને સમયે ધર્મજાગરણ કરે છે. પ્રાસુક, એષણીય અને ઉંછ આહાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૫૫