Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંપન્ન, (૪) ને જાતિ સંપન્ન-ને કુલ સંપન્ન. એ જ પ્રમાણે પુરુષના પણ (૧) જાતિ સંપન્ન ને કુલ સંપન્ન, વગેરે ચાર પ્રકાર સમજવા.
બીજી રીતે પણ વૃષભના ચાર પ્રકાર કહ્યા છે–(૧) જાતિ સંપન્ન ને બલ સંપન્ન, (૨) બલ સંપન્ન ને જાતિ સંપન્ન, (૩) જાતિ સંપન્ન બેલ સંપન્ન (૪) ને જાતિ સંપન્ન ને બલ સંપન્ન. એ જ પ્રમાણે પુરુષના પણ ચાર પ્રકાર સમજવા વૃષભના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) જાતિ સંપન્ન ને રૂપ સંપન્ન, (૨) રૂપ સંપન્ન ને જાતિ સંપન્ન, (૩) જાતિ સંપન્ન અને રૂપ સંપન્ન, (૪) ને જાતિ સંપન્ન ને રૂપ સંપન્ન. પુરુષના પણ અવાજ, ચાર પ્રકાર સમજવા. વૃષભના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કુલ સંપન્ન ને બલ સંપન્ન, (૨) મલ સંપન્ન ને કુલ સંપન, (૩) કુલ સંપન્ન અને બલ સંપન્ન, (૪) કુલ સંપન્ન ને બલ સંપન. ઈત્યાદિ ચાર પ્રકાર ઉપર મુજબ સમજવા. બળદના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે. (૧) બલ સંપન્ન–ને રૂપ સંપન્ન, ઈત્યાદિ ચાર પ્રકાર સમજી લેવા. પુરુષના પણ બલ સંપન્ન-ને રૂપ સંપન્ન આદિ ચાર પ્રકાર સમજવા.
ટીકાથ-વૃષભ સૂત્રમાં જે ચાર પ્રકારના બળદ કહ્યા છે તે ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ-માતૃપક્ષનું નામ જાતિ છે, પિતૃપક્ષનું નામ કુળ છે. જે બળદની માતા ગુણસંપન્ન હોય છે તે બળદને જાતિસંપન્ન કહે છે. જે બળદને પિતા ગુણસંપન્ન છે, તે બળદને કુલ સંપન્ન કહે છે. ભારવહન કરવાની શક્તિનું નામ બળ છે જે બળદ ભારવહન કરવાની શક્તિવાળો હોય છે તેને બળસંપન્ન કહે છે. શારીરિક સૌંદર્યને રૂપ કહે છે, આ રૂપથી જે બળદયુક્ત હોય છે, તેને રૂપસંપન્ન કહે છે. એ જ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે-વિશુદ્ધ માતૃવંશથી જે પુરુષ યુક્ત હોય છે તેને જાતિસંપન્ન કહે છે. વિશુદ્ધ પિતૃ વંશથી જે પુરુષ યુક્ત હોય છે તેને કુલસંપન્ન કહે છે. ભારવહન આદિ કર. વાની શક્તિથી જે પુરુષયુક્ત હોય છે તેને બલસંપન્ન કહે છે. તથા શારીરિક સૌદર્યથી જે પુરુષયુક્ત હોય છે તેને રૂપસંપન્ન કહે છે. આ દષ્ટાન્ત અને દાર્જીન્તિક રૂપ સામાન્ય સૂત્ર છે.
બળદના “ જાતિ સંપન્ન–ને કુલ સંપન્ન” ઈત્યાદિ જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ –
પહેલે ભાગે--કઈ વૃષભ એવો હોય છે કે જે ગુણવતી માતાની અપેક્ષાએ તે જાતિસંપન્ન હોય છે, પણ ગુણવાન પિતાના વંશમાં જન્મ નહીં થવાને કારણે કુલસંપન્ન હોતા નથી. એ જ પ્રમાણે બાકીના ત્રણે ભાંગ પણ સમજી લેવા. જેવી રીતે બળદના આ ચાર પ્રકાર કહ્યા છે, એ જ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૪૩