Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. (૪) કોઈ પુરુષ પ્રણત પણ હોય છે અને પ્રણત વ્યવહારવાળે પણ હોય છે. વ્યવહારમાં ઉન્નતતા અને પ્રણતતા પ્રશંસનીયતાથી અને અપ્રશંસનીયતાથી આવે છે, એમ સમજવું. ! ૧૨ !
“પરમે? ઈત્યાદિ—ઉત્સાહને પરાક્રમ કહે છે. તે પરાક્રમની અપે. ક્ષાએ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે-(૧) કોઈ પુરુષ ઉન્નત પણ હોય છે અને ઉન્નત પરાક્રમવાળે પણ હોય છે. (૨) કેઈ પુરુષ ઉન્નત હેવા છતાં પણ પ્રણત પરાક્રમવાળે હેાય છે. (૩) કોઈ પુરુષ પ્રણત હેવા છતાં પણ ઉન્નત પરાક્રમવાળો હોય છે. (૪) કેઈ પુરુષ પ્રત પણ હોય છે અને પ્રણત પરાક્રમવાળો પણ હોય છે. પરાક્રમમાં ઉન્નતતા અપ્રતિવતતા અને સમીચીનતાની અપેક્ષાએ જ હોય છે, એમ સમજવું. આ ચારે ભાંગાઓમાં પ્રવૃતતા ઉન્નત. તાથી વિપરીત હોય છે, એમ સમજવું.
“g gરિજ્ઞા” ઈત્યાદિ–મનથી લઈને પરાક્રમ સુધીના ચાર ભાંગાવાળા સાત સૂનું પૂર્વોકત પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું. તે સાતે સૂત્રના ચાર–ચાર ભાગાઓનું કથન કરતી વખતે દરેક ભાગોમાં માત્ર પુરુષ પદનો પ્રયોગ કરીને સમસ્ત કથન થવું જોઈએ. એટલે કે દૂષ્ટાન્તરૂપ વૃક્ષ પદને આ ભાંગાઓમાં પ્રગ કરવો જોઈએ નહીં. ત્યાં વૃક્ષપદને પ્રગ શા માટે થ ન જોઈએ ? તે તેને ખુલાસે આ પ્રમાણે સમજ– દૃષ્ટાન્તભત વૃમાં મન આદિને સદૂભાવ હોતો નથી. એટલે કે જે દાબ્દનિક પુરુષધર્મો છે તેમને વૃક્ષની સાથે ઘટાવી શકાતા નથી, તે કારણે આ સાત સૂત્રમાં વૃક્ષપદને પગ અસંગત લાગે છે. તેથી દષ્ટાન્તભૂત વૃક્ષોને બલે દાબ્દન્તિક પુરુષને જ આ ભાંગાઓમાં પ્રયોગ કરવામાં આવ્યું છે.
દષ્ટાન્ત સૂત્રનું વિશેષ કથન વારિ” ઈત્યાદિ-વૃક્ષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે– (૧) ઋજુ-જુ, (૨) કાજુ-પક, (૩) વક્ર-જુ અને (૪) વક્ર-વક્ર.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫૪