Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રેગ કેવી રીતે નષ્ટ થશે, હું કયારે આ રોગમાંથી છૂટીશ ઈત્યાદિ રૂપ તેની વિચારધારા સમજવી) તેને આ ત્રીજા ભેદમાં મૂકી શકાય છે. એટલે કે દમ, જવર આદિ રોગોથી પીડાતી વ્યક્તિના મનમાં એવા વિચારે વારંવાર આવ્યા કરે છે કે “મારે આ રેગ કયા ઉપાયથી શાન્ત થશે”, તેના મનમાં આ પ્રકારની એકાગ્રતા આવી જાય છે. મનની આ પ્રકારની એકાગ્રતાને આર્ત. ધ્યાનના ત્રીજા ભેદરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે.
આર્તધ્યાનના ચેાથે ભેદ–મનેઝ શબ્દાધિરૂપ કામગથી યુક્ત પુરુષ, તે મનોજ્ઞ કામભેગેને કદી પણ વિયેાગ ન થાય તે મને કામ સાથે પિતાનો સંબંધ હંમેશા ચાલુ જ રહે, એવું જે વારંવાર ચિન્તવન કર્યા કરે છે, તેને અહીં આર્તધ્યાનના ચોથા ભેદરૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
અથવા–કામપદથી શબ્દ અને રૂપ ગૃહીત થયેલ છે અને ભાગ શબ્દથી ગ, રસ અને સ્પર્શ ગૃહીત થયેલ છે. આ પ્રકારના કામોથી યુક્ત મનુષ્ય, તેમના સંગ નિમિત્તે જે વારંવાર ચિન્તવન કર્યા કરે છે, તે આર્તધ્યાનના ચોથા ભેદમાં પરિગતિ થાય છે.
આર્તધ્યાનને નીચે પ્રમાણે ચાર લક્ષણ કહ્યાં છે-(૧) “કુન્દનતા” “હે મા ! હે બાપા ! ઈત્યાદિ રૂપ જે ચિત્કાર થાય છે, તેનું નામ કન્દનતા છે. આ કન્દનમાં દીર્ઘ શબ્દથી વિલાપ થતો હોય છે. (૨) “શેચનતા”—ચનતા એટલે શેક કરે છે. આર્તધ્યાનનું બીજું લક્ષણ છે. (૩) “તેપનતા ” તેપના” એટલે આંસુ સારવાની ક્રિયા. આ આંસુ સારવાની ક્રિયારૂપ તેપનતા આત ધ્યાનનું ત્રીજું લક્ષણ છે. (૪) “પરિવેદનતા રોતાં રેતાં સંભાષણ કરવું તેનું નામ પરિવેદના છે. આ લક્ષણોને સદૂભાવ ઇષ્ટને વિયાગ, અનિષ્ટને સગ અને વેદનાથી જનિત શેકયુક્ત મનુષ્યમાં હોય છે. એ જ વાત તત્તળોચ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે.
રૌદ્રધ્યાનનું નિરૂપણ–રૌદ્રધ્યાનના હિંસાનુબંધી આદિ ચાર ભેદ છે. તો શાળ” ઇત્યાદિ-જેમ આર્તધ્યાનને મુખ્ય આધાર પીડા છે અને તે પીડા અનિષ્ટ વસ્તુઓને સંગ, ઈષ્ટ વસ્તુઓને વિયેગ, અને પ્રતિકળ વેદના આદિ કારમાંથી કઈ એક કારણે થયા કરે છે, અને તેથી નિમિત્તભેદની અપેક્ષાએ આર્તધ્યાનના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે રૌદ્ર ધ્યાનને મુખ્ય આધાર ક્રૂરતા છે. જેનું ચિત્ત ક્રૂર (કઠેર) હોય છે તે રક કહેવાય છે. અને તે પ્રકારના આત્મધ્યાનને રૌદ્રધ્યાન કહે છે. આત્મામાં આ કુરતા ઉત્પન્ન કરનારા હિંસા, ચોરી, અસત્ય અને વિષય-સંરક્ષણરૂપ ચાર નિમિત્ત બતાવ્યાં છે. તે કારણે રૌદ્રધ્યાનના ચાર ભેદ પડે છે, જે ધ્યાનમાં જીને પડા પહોંચાડવાને વિચાર (પ્રણિધાન) નિરન્તર ચાલ્યા કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૭૭