Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) મન:પ્રણિધાન–આત, રૌદ્ર, ધર્મ અને શુકલ, આ જે ચાર ધ્યાન છે તેમાંથી કઈ પણ એક ધ્યાનમાં મનને લગાડવું (એકાગ્ર કરવું) તેનું નામ મનઃપ્રણિધાન છે. (૨) આ આદિ રૂપે સંભાષણ કરવું તેનું નામ વાફ પ્રણિધાન છે. (૩) શરીરને આર્તાદિ રૂપે કોઈ કાર્યમાં પ્રવૃત્ત કરવું તેનું નામ કાયપ્રણિધાન છે. (૪) સામાન્ય અથવા વિશિષ્ટ પાત્ર આદિ ઉપકરણના પ્રણિ. ધાનનું નામ ઉપકરણ પ્રણિધાન છે. કાયપ્રણિધાનને સદ્દભાવ સામાન્ય રૂપે સમસ્ત જીવમાં હોય છે. પરંતુ મન:પ્રણિધાન આદિ બાકીના ત્રણ પ્રણિધાનનો સદ્ભાવ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં હેત નથી, કારણ કે મન, વચન અને ઉપકરણની તે જીવનમાં સંભાવના હોતી નથી. નારકમાં, સંજ્ઞી પંચેન્દ્રિયામાં અને વૈમાનિકે પર્યન્તના જીમાં આ ચારે પ્રણિધાનેને સદુભાવ હોય છે.
ચતુર્વિઘ સુપળવારમ” ઈત્યાદિ–
શોભન પ્રયોગનું નામ સુપ્રણિધાન છે, તે સુપ્રણિધાનના પણ મનઃસુપ્ર. ણિધાન આદિ ચાર ભેદ કહ્યા છે–(૧) મનઃસુપ્રણિધાન-ચિત્તને ધર્મધ્યાન
આદિ શુભ પ્રવૃત્તિમાં લીન કરવું તેનું નામ મનઃસુપ્રણિધાન છે. એ જ પ્રમાણે વાસુપ્રણિધાન, કા સુપ્રણિધાન અને ઉપકરણ સુપ્રણિધાનના અર્થ પણ જાતે જ સમજી શકાય એવા હોવાથી અહીં તેમનું અધિક સ્પષ્ટીકરણ કર્યું નથી.
gવં સંગમનુણા વિ” આ ચાર સુપ્રણિધાનને સદ્દભાવ સંયત (સંયમશીલ) મનુષ્યમાં જ હોય છે–અન્ય અસંયત મનુષ્યમાં તેમને સદુભાવ હોતે નથી, કારણ કે સુપ્રણિધાન ચારિત્ર પરિણતિ રૂપ હોય છે.
રવિદે સુદાળિerળે ”ઈત્યાદિ અશભન પ્રગનું નામ દુષ્મણિધાન છે. તેના મને દુષ્મણિધાન આદિ ચાર ભેદ કહ્યા છે.
ચિત્તને આર્ત, રદ્ર આદિ રૂપે પરિણત કરવું તેનું નામ મને દુપ્રણિધાન છે. એ જ પ્રકારનું કથન કાયદુપ્રણિધાન, વાદુપ્રણિધાન અને ઉપકરણ દુપ્રણિધાનના વિષયમાં પણ સમજી લેવું. આ દુપ્રણિધાને સદ્ભાવ નારકમાં, પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યમાં તથા વૈમાનિક પર્યન્તના જીવમાં હોય છે. પરંતુ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જેમાં મને દુષ્પણિધાન, વચનદુપ્પણિધાન આદિને સદુભાવ હોતે નથી, કારણ કે તે જીવેમાં મન, વચન અને ઉપકરણને અભાવે કહ્યું છે. સૂ. ૧૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨