Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેાકપાલાનાં નામ-(૧) પ્રભુ, (૨) સુપ્રભ, (૩) સુપ્રભકાન્ત અને (૪) પ્રસકાન્ત છે. બન્નેનાં લેાકપાલેાનાં નામ સરખાં છે, પણ ત્રીજા અને ચાથા લેાકપાલનાં નામેા ઉલ્ટાસુલ્ટી છે. હરિકાન્તના ત્રીજા લેાકપાલનું નામ પ્રભકાન્ત છે જ્યારે હરિસહના ચોથા લેકપાલનું નામ પ્રભકાન્ત છે. હરિકાન્તના ચાથા લેકપાલનું નામ સુપ્રભકાન્ત છે, જ્યારે હરિસહના ત્રીજા લેાકપાલનું નામ સુપ્રભકાન્ત છે.
અગ્નિશિખ અને અગ્નિમાણુવ એ અગ્નિકુમારાના ઇન્દ્રો છે. અગ્નિશિખ દક્ષિણાયના અધિપતિ છે. તેના લેાકપાલા (૧) તેજાઃ (૨) તેજશિખ, (૩) તેજ કાન્ત અને (૪) તેજ:પ્રભ છે. અગ્નિમાણુવ ઉત્તરાધના અધિપતિ છે. તેના લેાકપાલાનાં નામ (૧) તેજા, (૨) તેજ શિખ, (૩) તેજ:પ્રભ અને (૪) તેજઃકાન્ત છે.
અહીં પશુ ત્રીજા અને ચાથા લેાકપાલના ક્રમાંક ફરી જાય છે. દ્વીપકુમારાના એ ઈન્દ્રોનું નામ પૂછુ અને વિશિષ્ટ છે. દક્ષિણાના અધિપતિ પૂર્ણ અને ઉત્તરાના અધિપતિ વશિષ્ટ છે. પૂના ચાર લેકપાલે આ પ્રમાણે છે--(૧) રૂપ, (૨) રૂપાંશ, (૩) રૂપકાન્ત અને (૪) રૂપપ્રભ.
વશિષ્ઠના લેાકપાલાનાં નામ પણ પૂણુના લેાકપાલા જેવાં જ છે. માત્ર ત્રીજા અને ચેાથાના ક્રમ ક્રી જાય છે.
ઉદધિકુમારાના એ ઇન્દ્રોના નામ જલકાન્ત અને જલપ્રભ છે, જલકાન્ત દક્ષિણાધના અધિપતિ છે અને જલપ્રભ ઉત્તરાના અધિપતિ છે.
જલકાન્તના ચાર લેાકપાલાનાં નામ આ પ્રમાણે છે—(૧) જલ, (ર) જલરૂપ, (૩) જલકાન્ત અને (૪) જલપ્રભ. જલપ્રભના લેાકપાલાનાં નામ પણ જલકાન્તના લાકપાલા જેવા જ છે. પણ ત્રીજા અને ચેાથાના ક્રમ ક્રી જાય છે. દિકકુમારાના એ ઇન્દ્રોના નામ અમિતગતિ અને અમિતવાતુન છે, અમિતગતિનાં ચાર લેકપાલેાનાં નામ આ પ્રમાણે છે--(૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહગતિ અને (૪)સિંહવિક્રમગતિ. અમિતવાહનના લેાક પાલેાનાં નામ પણ એવા જ છે પણ અહીં (૩) સિંહવિક્રમગતિ ને ત્રીજો સમજવો અને (૪) સિંહગતિ તે ચેાથેા સમજવા. વાયુકુમારાના એઈન્દ્રોનાં નામ વેલમ્મુ અને પ્રભજન છે. વેલમ્બ દક્ષિણાધના અધિપતિ છે અને પ્રભજન ઉત્તરાના અધિપતિ છે. વેલમ્મના લેાકપાલાનાં નામ--(૧) કાલ, (ર) મહાકાલ, (૩) અંજન અને (૪) ષ્ટિ છે. પ્રભજનના લેાકપાલેાનાં નામ પણુ કાલ, મહાકાલ, રિષ્ટ અને અજન છે. અહીં ત્રીજા અને ચાથા લેપાલના ક્રમ ક્રી ગયા છે.
સ્તનિતકુમારોના એ ઇન્દ્રોનાં નામ ઘાષ અને મહાધેાષ છે. ધેાષ દક્ષિ ાધના અધિપતિ છે અને મહાદ્યાય ઉત્તરાધના અધિપતિ છે. ઘોષના ચાર લાકપાલાનાં નામ આ પ્રમાણે છે-(૧) આવત, (૨) વ્યાવત, (૩) નન્દિકાવત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૧૩