Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થઈ જવાને લીધે શીતલીભૂત થઈ જાય છે, અને કાયિક અને માનસિક દુખ બિલકુલ નષ્ટ થઈ જાય છે.
શંકા–તે પ્રકારનાં તપ અને તે પ્રકારની વેદના આદિના અભાવમાં પણ દીર્ધ પર્યાયનું (શ્રામાણ્ય પર્યાયનું) પાલન કરીને કેટલાક જીવો સિદ્ધ થાય છે પણ ખરાં અને કેટલાક સિદ્ધિ નથી પણ થતા, તેનું કારણ શું ?
સમાધાન–“ના રે મ ાચા વાડજંતરપટ્ટી” ઋષભદેવના જયેષ્ઠ પુત્ર રાજા ભરત, કે જે “ ચાતુરન્ત ચકવતી હતા” (પૂર્વ), દક્ષિણ અને પશ્ચિમ સાગર તથા હિમાવાન પર્વત રૂપ ચાર અન્તવાળી ભૂમિના સ્વામી હતા) એટલે કે પૂર્વભવમાં લઘુકર્મા થઈને જેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી
ચવીને ચક્રવર્તી રૂપે ઉત્પન્ન થયા હતા, તેમણે રાજ્યવસ્થામાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને એક લાખ પૂર્વ પર્યંત દીક્ષા પર્યાયનું પાલન કર્યું હતું અને તે પ્રકારનાં તપ અને વેદનાને અભાવ હોવા છતાં પણ સિદ્ધિ પામ્યા હતા, એટલે આ બાબતમાં જીવનું લઘુકર્માપણું અને ગુરુકર્માપણું પણ વિચારવું પડે છે. પ્રથમ અન્તક્રિયાનું આ પ્રકારનું સ્વરૂપ છે. ૫ સૂ. ૧
– બીજી અન્તક્રિયા – મારે તિ” બીજી અન્તક્રિયાનું સ્વરૂપ આ પ્રકારનું છે –મહાકમાં કઈ જીવ દેવેલેકમાંથી યુવીને અહીં ઉત્પન્ન થયે છે. હવે તે જીવ તે મહાકર્મોનું ક્ષણ કરવાને માટે ઉચિત એવાં ઘેર તપનું અનુષ્ઠાન કરે છે. આ ઘેર તપની આરાધના કરતી વખતે તેને દેવાદિ કૃત ઉપસર્ગજન્ય તથારૂપ હસહ વેદના પણ સહન કરવી પડે છે. એ તે પુરુષ અલ્પકાળ પર્યન્ત શ્રામર્શ્વ પર્યાયનું પાલન કરીને, ગજસુકુમાર મુનિની જેમ સિદ્ધગતિમાં પહોંચી જાય છે. અહીં પણ પહેલી અન્તક્રિયામાં કથિત “ગો સિંહુ કુogો મજા થી શરૂ કરીને “સુત્રા તપથીઆ સૂત્રપાઠ પર્વતના આ બધાં વિશે પણ લગાડવા જોઈએ. તેમની વ્યાખ્યા પહેલાં કહ્યા પ્રમાણે જ સમજવી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૪૬