Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ જ પ્રમાણે પુરુષવેદમાં રહીને જીવે જે પુલેને ઉપાજિત કરીને અશુભ કર્મ રૂપે પહેલાં એકત્રિત કર્યા છે, વર્તમાનમાં તે જેમને ઉપાર્જિત કરી રહ્યો છે અને ભવિષ્યકાળમાં તે જેમને એકત્રિત કરવાનું છે, તે પુલને પુરુષવેદ નિવર્તિત પુલે કહે છે.
એ જ પ્રમાણે નપુંસકવેદમાં રહીને જીવે જે પુલેને ઉપાર્જિત કરીને પહેલાં અશુભ કર્મરૂપે એકત્રિત કર્યા છે. વર્તમાનમાં તે જેમને એકત્રિત કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ તે જેમને એકત્રિત કરવાનું છે, તે પુદ્ગલેને નપુંસકવેદ નિવર્તિત પુલે કહે છે. એટલે કે સ્ત્રીવેદરૂપે ઉપાર્જિત પુદ્ગલેને પુરુષવેદરૂપે ઉપાર્જિત પુલેને તથા નપુંસકતરૂપે ઉપાર્જિત પુલોને જીવ ત્રણે કાળમાં એકત્રિત કરે છે – ભૂતકાળમાં પણ ઉપાર્જિત કર્યા છે, વર્તમાન નમાં પણ ઉપાર્જિત કરે છે અને ભવિષ્યમાં પણ ઉપાર્જિત કરશે.
“ઘ ” ઇત્યાદિ-આ આકાંક્ષા વાકય છે. આ આકાંક્ષા વાકય દ્વારા ચયના સંબંધથી ઉપચય બન્ય, ઉદીરણા આદિ વચ્ચેના આલાપક પણ સમજી લેવા જોઈએ. આ રીતે આ ચયના આલાપકની જેમ જીવે પરિપષણની અપેક્ષાએ ભૂતકાળમાં પણ તેમને ઉપચય કર્યો છે. વર્તમાનમાં તે તેમને ઉપચય કરે છે અને ભવિષ્યમાં પણ તેમને ઉપચય કરશે.
એ જ પ્રમાણે પિતાના ભાવે અનુસાર તેમનું નિર્માણ કરવાની અપેક્ષાએ જીવે ભૂતકાળમાં તેમને બન્ચ કર્યો છે. વર્તમાનકાળમાં પણ તે તેમને બજ કરે છે અને ભવિષ્યમાં પણ તે બન્ચ કરશે. એ જ પ્રમાણે અધ્યવસાય વિશેષથી અનુદીને તેમના ઉદયમાં પ્રવેશ કરાવવાની અપેક્ષાએ ભૂતકાળમાં તેમની ઉદીરણા કરી છે. વર્તમાનકાળમાં પણ જીવ તેમની ઉદીરણ કરે છે અને ભવિષ્યમાં પણ જીવ તેની ઉદીરણા કરશે.
એ જ પ્રમાણે જ તેમના અનુભવનકરણની અપેક્ષાએ ભૂતકાળમાં તેમનું વેદન કર્યું છે. વર્તમાનકાળમાં પણ છવ તેમનું વેદન કરે છે અને ભવિષ્યમાં પણ તે તેમનું વેદન કરશે.
એ જ પ્રમાણે આત્મપ્રદેશમાંથી તેમને અલગ કરવાની અપેક્ષાએ જીવે ભૂતકાળમાં તેમની નિજર કરી છે, વર્તમાનકાળમાં પણ જીવ તેમની નિર્જર કરે છે અને ભવિષ્યમાં પણ જીવે તેમની નિર્જરા કરશે.
ચયાદિને આશ્રિત કરીને આ અર્ધી ગાથા સૂત્રકારે “gવં રિ-વેજિળ -પ-૩થી તદ નિજા જેવ” આ પ્રમાણે કહી છે, તેને અર્થ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૪ ૨