Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરમાણુ રૂપ પુલ અન્ય પરમાણુ રૂપ પુલને પ્રાપ્ત કરીને ગતિકિયાને પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. બીજો પ્રકાર–નેહના અભાવે કરીને (રૂક્ષતાના સદૂભાવે કરીને) તે તથાવિધ પરિણામાન્તરની અપેક્ષાએ ગતિક્રિયાનો પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. ત્રીજો પ્રકાર–લોકાન્તમાં જઈને ગતિક્રિયામાં સહાયક એવા ધર્માસ્તિકાયને અભાવે તે ગતિક્રિયાના પ્રતિઘાતને પ્રાપ્ત કરે છે. એક પુદ્ગલ પરમાણુ
જ્યારે બીજા પુલ પરમાણુ સાથે અથડાય છે, ત્યારે તે ત્યાં જ અટકી જાય છે–આગળ જતું નથી. નેહ ગુણ (સ્નિગ્ધતા) પણ ગતિક્રિયામાં સહાયક બને છે. જ્યારે પરમાણુ સ્નેહગુણથી રહિત બને છે ત્યારે તે ખરબચડું થઈ જવાને કારણે ગતિકિયા કરી શકતું નથી એટલે કે રૂક્ષતાને કારણે પરમાણુની ગતિ અટકી જાય છે. લેકના અન્ત ભાગ સુધી પહોંચીને તે અલકમાં ગતિ કરી શકતું નથી, કારણ કે ગતિમાં સહાયભૂત થનારા ધર્માસ્તિકાયને ત્યાં અભાવ હોય છે. આ રીતે ૭૮ માં પ્રતિઘાત સૂત્રને ભાવાર્થ સમજાવવામાં આવ્યા.
૭૯ માં સૂત્રને ભાવાર્થ પુદ્ગલ પ્રતિઘાતને સચક્ષુ જીવ જ જાણી શકે છે. તેથી હવે સૂત્રકાર ચક્ષુના વિષયનું નિરૂપણ કરે છે. પુદ્ગલ પ્રતિઘાતને જાણનારા ચહ્યુયુક્ત છ ત્રણ પ્રકારના છે(૧) એક ચક્ષુવાળા, (૨) બે ચક્ષુ વાળા અને (૩) ત્રણ ચક્ષુવાળા.
ચક્ષુના આમ તે બે પ્રકાર જ કહ્યા છે–(૧) દ્રવ્યચક્ષુ અને (૨) ભાવચક્ષુ દ્રવ્યચક્ષુ લેચન (નેત્ર) રૂપ હોય છે અને ભાવચક્ષુ જ્ઞાનરૂપ હોય છે. આ ચક્ષુ જેને હોય છે તે તેને ચગથી ચક્ષવાળા કહેવાય છે. જે જ્ઞાનાદિ ગુણેનું છેદન કરનાર હોય છે તેને છ% કહે છે. આ પ્રકારની છ% અવસ્થાવાળા જીવને છઘસ્થ કહે છે. જો કે અનુત્પન્ન જ્ઞાનવાળા જેટલા જીવે છે તેમને છદ્મસ્થ જ કહે છે, પરંતુ અહીં એવા છદ્મસ્થની વાત કરવામાં આવી નથી. અહીં તે એવા છદ્મસ્થની વાત કરવામાં આવી છે કે જે સાતિશય શ્રુતજ્ઞાનાદિથી રહિત છે. તેથી જેને ચક્ષુરિન્દ્રિય (ખે) ને સદ્ભાવ હેય છે, તેને એક ચક્ષુવાળો કહે છે. “દેવને બે ચક્ષુ હોય છે... આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–દેવેને ચક્ષુઈન્દ્રિય પણ હોય છે અને તેઓ અવધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧ ૬