Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી. જ્યારે તે સુધાત થાય છે, ત્યારે જ સુતપસ્થિત પણ થઈ શકે છે. સુધ્યાતના અભાવમાં જ્ઞાનવિકલ હોવાને કારણે તેનામાં સુતપસ્થિતતાને અભાવ રહે છે. આ પ્રકારના વધીતાદિત્રય રૂ૫ (ધીત, સુષ્માત, સુતપસ્વિત) ધર્મ સમ્યજ્ઞાન કિયા રૂપ હોવાથી તેને સાચા ધર્મ રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. એટલે કે “જ્ઞાન અને ક્રિયામાં એકાતિક અને આધ્યાત્મિક સુખને સફલ ઉપાય હવાથી ચુતચારિત્રરૂપ ધર્મને નિરુપચરિત ધર્મ રૂપે વાસ્તવિક સાચા ધર્મ રૂપે પ્રતિપાદિત કરાય છે.” આ પ્રકારનું કથન મહાવિર ભગવાને જ કરેલું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવને જે સાંસારિક
ખોમાંથી છોડાવીને સુગતિ પ્રાપ્ત કરાવે છે, એ જ સાચો ધર્મ છે. એવો સાચે ધર્મ ઋતચારિત્ર રૂપ જ હોઈ શકે છે-અન્ય નહીં. કહ્યું પણ છે કે –
“ ના પ્રચારચં” ઈત્યાદિ
જ્ઞાન પ્રકાશક હોય છે, તપ શોધક હોય છે અને સંયમ રક્ષક હોય છે, અને જ્યારે આ ત્રણેને એક જ આત્મામાં સમય (ગ) થઈ જાય છે, ત્યારે તે આત્માની મુક્તિ થઈ જાય છે. ” એવું જિનશાસનમાં કહ્યું છે. સૂ. ૮૨ થી ૮૪ છે
|
નિવૃતિ ભેદોં કા નિરૂપણ
શ્રતતપસ્થિત ” આ પદ દ્વારા ચારિત્રની પ્રરૂપણ કરવામાં આવી. તે ચારિત્ર પ્રાણાતિપાત આદિની નિવૃત્તિ રૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર આ નિવૃત્તિના ભેદનું કથન કરે છે-“ તિવિઠ્ઠા વાવત્તિ પત્તાઈત્યાદિ–
વ્યાવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે. જેમકે (૧) જ્ઞાયિકા, (૨) અજ્ઞાયિકા અને (૩) વિચિકિત્સા એ જ પ્રમાણે અધ્યપપાદન અને પર્યાપાદના પણ ત્રણ ત્રણ પ્રકારની કહી છે. છે સૂ. ૮૫ છે
અન્ત ત્રણ પ્રકારના કહ્યા છે –(૧) કાન્ત, વેદાન્ત અને (૩) સમયાન્ત. એ સૂ. ૮૬ છે - જિન ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) અવધિજ્ઞાન જિન, (૨) મન:પર્યવજ્ઞાન જિન અને (૩) કેવલજ્ઞાન જિન. ! ૧ |
કેવલી ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) અવધિજ્ઞાન કેવલી, (૨) મન:પર્યવજ્ઞાન કેવલી અને (૩) કેવળજ્ઞાન કેવલી. ૧ ૨ |
અહંત ત્રણ પ્રકારના કહ્યા છે–(૧) અવધિજ્ઞાનાન્ત, (૨) મન પર્યવજ્ઞાનાર્હત્ત અને (૩) કેવળજ્ઞાનાર્હન્ત. ૩. | સૂ. ૮૭ છે
હવે ૮૫, ૮૬ અને ૮૭ માં સૂત્ર ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે— હિંસાદિ પાપોનું અમુક મર્યાદામાં નિવર્તન થતું તેનું નામ વ્યાવર્તન છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૨૪