Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતાની કલાનું પ્રદર્શન કરે છે, તેમને લંખ ( બજાણીયા) કહે છે. (૫) શિકારીને વ્યાધ કહે છે. (૬) માછલાં પકડવાનો ધંધો કરનાર ધીવરને (માછીમારને ) મત્સ્યબંધ કહે છે. (૭) કપડાં ધોવાને બંધ કરનારને રજક બી કહે છે. (૮) જાળ નાખીને મૃગેને પકડનાર માણસને વાગુરિક કહે છે.
પટકાર (વણકર) અથવા નાઈ આદિને શિલ૫જુ શિક કહે છે. જે લોકો શારીરિક પ્રોડ-ખાપણુવાળા હોય છે તેમને શરીરજુગિક કહે છે જેમકે કોઈ હલા હોય છે, તે કઈ ઠુંઠા હોય છે, તે કઈ નકટા (નાક છેદાયલા) હોય છે, કઈ કર્ણહીન હોય છે, તે કઈ હોઠ વિનાના હોય છે, એ બધાં મનુષ્યોને શરીરજુગિક કહ્યા છે.
તથા જે વામનરૂપ (કીંગુજી) હોય છે,-લઘુ હાથપગ આદિ અવયોવાળા હોય છે. જે કુબડા હોય છે, જેના વાંસાના અથવા છાતીના હાડકાં બહાર નીકળી આવ્યા હોય છે, જેના હાથપગ આદિ અવયવે કઢને લીધે કળી ગયાં હોય છે, તથા જે લેકે એક આંખે કોણ હોય છે, તથા જે ભૂલા થાય છે. હાલવા ચાલવારૂપ ચરણોની શક્તિથી જે રહિત હોય છે, એવાં મનુષ્યોને શરીરજુગિક કહે છે. તે દરેક પ્રકારના શરીરજુર્ગિકેને દીક્ષા આપવાને યોગ્ય ગણ્યા નથી.
શિક્ષણ આદિને નિમિત્તે જે લેકે નિયમિત કાળપર્યન્ત સેવાભાવથી બંધાયેલા હોય, અથવા વેતન આપીને જેને કેઈએ નિયત સમય સુધી કામ કરવાને માટે વચનબદ્ધ કરી લીધા હોય-એટલે કે “ આટલા સમય સુધી તમારે મારી પાસે રહેવું પડશે અથવા આટલા સમય સુધી હું તમારી સાથે રહીશ,” આ પ્રકારે જે પિતે અન્યની સાથે વચનથી બંધાયેલ હોય તેને ઉદ્દબદ્ધ કહે છે, એવા ઉદ્દબદ્ધને જ ઉદ્દબદ્ધક કહે છે. આ ઉદ્બદ્ધકના કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર અને યોગના ભેદથી પાંચ પ્રકાર કહ્યાં છે-અનુપદેશપૂર્વક જે ગૃહકાર્ય, કૃષીકર્મ આદિ કરવાને બંધાય છે તેને કર્મ ઉદ્બદ્ધક કહે છે. આ ચાચૅપદેશ પૂર્વક જે ચિત્રકાર્ય આદિ રૂપ શિલ્પ કરવાને બંધાયેલ હોય છે તેને શિલ્પઉદ્દબદ્ધક કહે છે. લેખનકલાથી લઈને પક્ષીની બેલીને જાણવા પર્યાની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨