Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાય છે તેને શબ્દ કાલીબ કહે છે. સ્ત્રીને આલિંગન કરતાં જ જેના વીર્યનું
ખલન થઈ જાય છે તેને આદિગ્ધ કલીબ કહે છે. કેઈ સ્ત્રીના નિમંત્રણ બેલાવવા માત્રથી જેનું ખલન થઈ જાય છે તેને નિયંત્રિત કલીબ કહે છે. ઉપર્યુક્ત ચારે પ્રકારના કલીબ વેદનિરોધનથી નપુંસકતા પ્રાપ્ત કરી લે છે, તેથી તેમને કલીનરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે.
પ્રશ્નવાતિક અને કલબનું પરિજ્ઞાન તેમના મિત્રાદિકે દ્વારા પણ થઈ શકે છે. તેમને શા કારણે પ્રવજ્યા આપવા યોગ્ય ગણ્યા નથી?
ઉત્તર–તેઓ ઉત્કટ વેદવળા હોય છે, તેથી તેમની મનોવૃત્તિ નિર્બળ હોય છે. નિર્બળ મનોવૃત્તિને કારણે તેઓ વ્રત પાલન કરવાને સમર્થ હતા નથી તથા એવાં મનુષ્યને પ્રવજ્યા દેનારને પણ શાસ્ત્રજ્ઞાને ભંગ કરવાને દોષ લાગે છે, તેથી તેમને પ્રત્રજ્યા દેવી જોઈએ નહીં. કહ્યું પણ છે કે
જિવને ” ઈત્યાદિ
આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-જિનેન્દ્ર ભગવાને જેમને દીક્ષા દેવાને નિષેધ કર્યો છે, તેમને શિષ્ય બનાવવાના લેભરૂપ દેષથી જે દીક્ષા આપે છે, એ ચરણસ્થિત તપસ્વી ચારિત્રધર્મને લેપ કરે છે. અહીં વિસ્થાનકનું પ્રકરણ ચાલુ હોવાથી આ ત્રણનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. આમ તે નીચે ગણવેલા ૨૦ પ્રકારના પુરુષને પ્રવજ્યા આપવાને માટે અગ્ય ગણાવ્યા છે. જેમકે –“વારે નરે'' ઇત્યાદિ –
આઠ વર્ષથી ઓછી ઉમરવાળાને બાળક કહ્યો છે. (૨) ૬૦ વર્ષથી વધુ ઉમરવાળાને વૃદ્ધ કહ્યો છે. (૩) નપુંસક–આ શબ્દ જાણીતું હોવાથી તેનું વિવેચન કર્યું નથી. (૪) સ્થૂલ–જે માણસ જડ જે હોય છે તેને સ્થલ કહે છે. તેને ત્રણ પ્રકાર છે-(૧) ભાષાની અપેક્ષાએ જડ, (૨) શરીરની અપેક્ષાએ જડ અને (૩) ક્રિયાની અપેક્ષાએ જડ.
ભાષાજડને પણ ચાર પ્રકાર પડે છે–(૧) જલમૂક, મમનમૂક, (૩) એલકમૂક અને (૪) ટમેધ, જળમાં મગ્ન થયેલાની જેમ “બડબડ' જે અવાજ કરનારને જલમૂક કહે છે. બોલતી વખતે વચ્ચે વચ્ચે અટકીને જેના શબ્દ નીકળે છે તેને મન્મનમૂક અથવા બેબડે કહે છે. જે માણસ મૂંગે હોવાથી બકરાની જેમ “ઓં મેં ” જેવી અસ્પષ્ટ વાણી જ બેલી શકે છે તેને એલકમૂક કહે છે (એલક એટલે બેકડે). ધારણાથી જે વિકલ (રહિત) હોય છે તેને દુધ કહે છે. વારંવાર સમજાવવા છતાં પણ તેના મગજમાં કંઈપણ ઉતરતું નથી, કારણ કે તેને સ્વભાવ જ વિસ્મરણશીલ હોય છે. આ ચારે પ્રકારના ભાષાજડ માણસે જ્ઞાનને ગ્રહણ કરવામાં અસમર્થ હોય છે, તે કારણે તેમને પ્રત્રજ્યા આપવા યોગ્ય ગણાવ્યા નથી.
જેનું શરીર ખૂબ જ સ્થૂલ હોય છે તેને શરીરજડ કહે છે એ માણસ વિહાર માર્ગમાં, ભિક્ષાચર્યા કરવામાં અને વન્દણાદિ ક્રિયાઓ કરવામાં અસ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨