Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે તેનું નામ પાપકમ છે. આત્માને માટે અને અન્યને માટે ઉપક્રમ કરે તેનું નામ તદુભય ઉપક્રમ છે. ઉપકમના જેવા ત્રણ ભેદ બતાવ્યા છે એવાં જ ત્રણ ભેદ વૈયાવૃત્ય, અનુગ્રહ, અનુશિષ્ટ અને ઉપાલંભના વિષયમાં પણ સમજવા. જેમકે વૈયાવૃત્યના આત્મવૈયાવૃત્ય, પરવૈયાવૃત્યઅને તદુભય વૈયાવૃત્ય નામના ત્રણ ભેદ પડે છે. એ જ પ્રમાણે અનુગ્રહ આદિના પણ આત્માનુગ્રહ પરાનુગ્રહ અને તદુભયાનુગ્રહ ત્રણ ભેદ સમજવા. શિષ્ય, ભક્ત આદિ દ્વારા ગુરુજનોની જે સેવા કરવામાં આવે છે તેનું નામ વૈયાવૃત્ય છે. ગચ્છમાંથી નિગત ( નીકળી ગયેલા ) જિનકલિપક આદિ દ્વારા આત્મવૈયાવૃત્ય થાય છે.
ગ્લાન (બીમાર, અશક્ત) આદિની શુશ્રુષા કરનાર પરવૈયાવૃત્ય થાય છે, તથા ગચ્છગત શ્રમણાદિ દ્વારા તદુભયયાવૃત્ય થાય છે. જ્ઞાનાદિના ઉપાર્જન નિમિત્ત ઉપકાર કરે તેનું નામ અનુગ્રહ છે. પિતે જ અધ્યયન કરે તેનું નામ આત્માનુગ્રહ છે, વાચનાદિમાં પ્રવૃત્ત થવું અને શિષ્ય જનેને સૂત્રાર્થ
આદિ સમજાવવું તેનું નામ પરાનુગ્રહ છે. શાસ્ત્રનું વ્યાખ્યાન કરવું અને શિષ્યજનના સંગ્રહાદિ કરવામાં પ્રવૃત્ત થવું તેનું નામ તદુભાયાનુગ્રહ છે. અનુશાસનને અનુશિષ્ટિ કહે છે. પિતાના આત્માનું અનુશાસન કરવું તેને નામ આત્માનુશિષ્ટિ છે. જેમકે “વાઘાણીને સાસંગ્નિ ” ઈત્યાદિ–
હે જીવ! આહાર ગ્રહણના બેંતાલીસ દેના સંકટમાં તું ઠગા નહીં. તે પ્રાપ્ત આહારને ઉપલેગ કરતાં, રાગદ્વેષથી તું રખે ઠગાતે !” એટલે કે માંડલાના પાંચ દષોથી બચવું. આ રીતે પોતાના આત્માનું અનશાસન કરવાની ક્રિયાને આત્માનુશિષ્ટિ કે આત્માનુશાસન કહે છે. બીજાની પ્રત્યે અનુશાસન રાખવું તેનું નામ પરાનુશિષ્ટિ છે. જેમકે-“Rા તંતિ મારા ઈત્યાદિ. જેમકે “જો તું ભાવવૈદ્ય છે, તે ભવદુઃખથી પીડાતા જે છે તારે શરણે આવ્યા છે, તેમને યત્નપૂર્વક તારે ભવદુઃખમાંથી છોડાવવા જોઈએ. ” આ પ્રકારની ભાવનાથી પરાનુશિષ્ટ (પરનું અનુશાસન) થાય છે. પોતાનું અને પરનું અનુશાસન કરવું તેનું નામ સ્વપરાનુશિષ્ટ છે. જેમકે-“ g sવિ માણુનત્તારું” ઈત્યાદિ. “અમે કેવા કેવા પ્રયત્નથી મનુષ્યજન્મ આદિ સામગ્રી પ્રાપ્ત કરી છે, વળી તે મનુષ્યજન્મમાં ચારિત્રરૂપી ઉત્તમ રત્ન પામ્યા છીએ, તે હવે આ મનુષ્યજન્મ પ્રમાદ કરીને એળે જવા દેવો જોઈએ નહીં.”
આ તમારી પ્રવૃત્તિ અનુચિત છે,” આ પ્રકારના પ્રતિપાદન દ્વારા જે અનુશાસન કરાય છે તેનું નામ જ ઉપાલંભ છે. તથા કેઈ અનુચિત પ્રવૃત્તિ થઈ જતાં પિતાના આત્માને જ આ પ્રકારને ઠપકે આપ કે “હે આત્મન ! આ તારી પ્રવૃત્તિ ઠીક નથી. તેનું નામ જ આત્મપાલંભ છે. જેમકે–ચોકોવિન ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
७४