Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનષ્ઠાન કહે છે. “પરાંચિક” આ દશમું પ્રાયશ્ચિત્ત છે. તેમાં લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી પારાંચિકને વારવાનું હોય છે. તે કારણે આ પ્રાયશ્ચિત્તના સંબંધને અનુલક્ષીને સાધુને પણ પારાંચિક કહી દેવામાં આવ્યો છે. તે પારસંચિકના બે પ્રકાર પડે છે-(૧) આશાતના પારાંચિક અને (૨) પ્રતિસેવના પારાચિક. આ દરેકના પણ બબ્બે ભેદ કહ્યા છે–સચરિત્ર આશાતના પારાંચિક અને અચરિત્ર આશાતના પારાંચિક, આ બે ભેદે આશાતના પારાચિકના સમજવા. પ્રતિસેવના પારાંચિકના પણ નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-(૧) સચરિત્ર પ્રતિસેવના પારાંચિક અને (૨) અચરિત્ર પ્રતિસેવના પારાંચિક.
પરિણામ અને અપરાધની અપેક્ષાએ ક્યારેક કોઈપણ પ્રતિસેવિત થયેલા પદથી સંપૂર્ણ ચારિત્રભ્રષ્ટ થઈ જાય છે, અને કયારેક દેશતઃ (અંશતઃ) ચારિત્ર ભ્રષ્ટ થઈ જાય છે. આ રીતે કયારેક તુલ્ય અપરાધને સદૂભાવ હોવા છતાં પણ પરિણામોનુસાર વિવિધ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, તથા કયારેક તુલ્યપરિણામને સદ્દભાવ હોવા છતાં પણ અપરાધમાં ભિન્નતા દેખાતી હોય છે. તીર્થંકર-પ્રવચન, શ્રત, ગણધર, આચાર્ય અને મહદ્ધિકની આશા તના કરનાર જીવ આશાતને પારાચિક હોય છે. કહ્યું પણ છે કે
“સવ માનાચંતે વાવરૂ રેજિયં કાળ” ઈત્યાદિ.
પ્રતિસેવના પારાચિક ત્રણ પ્રકારનાં હોય છે-(૧) દુષ્ટ પારાચિક (૨) પ્રમત્ત પારાંચિક અને (૩) અન્ય પારાચિક કહ્યું પણ છે કે–
કિસેવાપાવી તિવિરો” ઈત્યાદિ
જે દુષ્ટ (દેષવાળ) હોય છે તેને દુષ્ટ પારસંચિક કહે છે. જે પંચમ નિદ્રારૂપ પ્રમાદવાળો હોય છે તેને પ્રમત્ત પારાંચિક કહે છે, તથા જે પરસ્પરમાં મિશન ( અબ્રહ્મ) નું સેવન કરે છે તેને અ ન્ય પારાચિક કહે છે. આ ત્રણ પ્રકારના પારાંચિકેમાંથી જે દુષ્ટ પારાંચિક છે તે કષાય-વિષયની અપેક્ષાએ બે પ્રકારને છે–(૧) કષાય દુષ્ટ પારાંચક અને (૨) વિષય દુષ્ટ પારાચિક તે દરેકના પણ સપક્ષ અને વિપક્ષના ભેદથી બબ્બે પ્રકાર પડે છે. કહ્યું પણ છે કે-“સુવિહો ોરુ સુદ્રો” ઇત્યાદિ–
| સર્ષ પનાલિકાની શાકભાજી ગ્રહણ કરવાથી કે પાયમાન થયેલા મૃતાચાયના દાંતને ઉખેડી નાખનાર મુનિને સ્વપક્ષ કષાય દુષ્ટ પારાંચિક કહે વામાં આવેલ છે.
સાધ્વીની સાથે વિષયભેગ સેવવાની અભિલાષા કરનાર સાધુને વિષય દુષ્ટ પાચિક કહે છે. એક સાધ્વીની અશાતના કરનાર મુનિ જિન ભગવાનની સમસ્ત આર્યાની (સાધ્વીઓની) અશાતના કરનારે હોય છે, એટલું જ નહીં પણ શ્રીસંઘની પણ અશાતના કરનારે હોય છે. કહ્યું પણ છે કે
“ હિરેન દ્વિળિો” ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨