Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે તેઓ પૃથ્વીને એક દેશને કંપાવી નાખે છે. (૨) બીજું કારણ નીચે પ્રમાણે સમજવું, કે ઈ મહદ્ધિક આદિ વિશેષણવાળો, મહેશ્વરરૂપે પ્રસિદ્ધ એ કઈ મહેરોગ વ્યન્તરવિશેષ જ્યારે આ રત્ન પ્રભા પૃથ્વીના અભાગમાં ઉત્પતન નિ પતન ( ઉંચે કૂદવું અને નીચે પડવું એવી ક્રિયા) કરે છે, ત્યારે પૃથ્વીને એકદેશ ચલાયમાન થાય છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ મચે છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ પ્રકારના ત્રણ કારણોને લીધે પૃથ્વીને એકદેશ (અંશ) ચલાયમાન થાય છે.
હવે જે ત્રણ કારણને લીધે આખી પૃથ્વી ચલાયમાન થાય છે, તે કારણોનું નિરૂપણ કરવામાં આવે છે-(૧) રત્નપ્રભા પૃથ્વીના અધેભાગમાં રહેલ ઘનવાત જ્યારે કઈ વિશિષ્ટ કારણને લીધે કુંભિત થાય છે, ત્યારે તે ક્ષુબ્ધ ઘનવાત ઘનોદધિને કમ્પાયમાન કરી નાખે છે, અને ઘનેદધિ કપિત થળથી આખી પૃથ્વી કમ્પાયમાન થાય છે એટલે કે કપિત થયેલો ઘનેદધિ આખી પૃથ્વીને પણ કપિત કરી નાખે છે.
સંપૂર્ણ પૃથ્વીને કંપિત કરનારું બીજું કારણ આ પ્રમાણે છે-મહદ્ધિક આદિ વિશેષણોવાળો અને મહેશ્વર રૂપે પ્રસિદ્ધ એ કે મહારગ નામને વ્યન્તરવિશેષ તથારૂપ શ્રમણને અથવા માહનને જ્યારે પિતાની ઋદ્ધિ, વૃતિ, બલ, વિર્ય અને પરાક્રમ બતાવે છે, ત્યારે તે આખી પૃથ્વીને કંપાવી નાખે છે. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-જ્યારે વૈમાનિક અને ભવનપતિઓ વચ્ચે સંગ્રામ મચે છે, ત્યારે પણ આખી પૃથ્વી કંપી ઉઠે છે. આ પ્રકારના ત્રણ કારણને લીધે કેવકલ્પ (સંપૂર્ણ) પૃથ્વી કંપિત થાય છે.
ટીકર્થ–પૃથ્વીના એક દેશને ચલાયમાન કરનારા ત્રણ કારણનું વિશેષ સ્પષ્ટીકરણ. પહેલું કારણ એવું છે કે રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીના અભાગમાં જ ઉદાર બાદર મુદ્દલ છે તેઓ જ્યારે વિશ્વસા પરિણામને લીધે તે સ્થાનેથી ઉછળે છે, અથવા અન્ય સ્થાનેથી આવીને, યંત્રની દ્વારા ફેકાયેલા પથ્થરની જેમ ત્યાં પડે છે, ત્યારે પતન પામતાં તે બાદર પુદ્ર પૃથ્વીના એકદેશને કંપાવી નાખે છે. એટલે કે આ પ્રથમ કારણને લીધે પૃથ્વીને એકદેશ ચલાયમાન થઈ જાય છે. બીજા કારણનું સ્પષ્ટીકરણ–પરિવાર આદિ રૂપ અદ્ધિથી સંપન્ન, શરીરાદિની દીપ્તિથી સંપન્ન, બલસંપન્ન, વૈકિયાદિરૂપ પ્રભાવથી સંપન્ન હોય એ અને મહેશ્વર રૂપે પ્રસિદ્ધ થયેલ હોય એ કઈ મહારગ નામને વ્યન્તરવિશેષ જ્યારે રત્નપ્રભા પૃથ્વીના અધેભાગમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કૂદાકૂદ મચાવે છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ કંપાયમાન થવા માંડે છે.
હવે ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ મચી જાય છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ ચલા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
८८