Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ અન્નાને તિવિષે વળત્તે ” ઈત્યાદિ—
અજ્ઞાન ત્રણ પ્રકારનું' કહ્યુ છે. દ્રવ્ય અને પર્યાય વિષયક એધનુ નામ જ્ઞાન છે. એવું જે જ્ઞાન નથી તેને અજ્ઞાન કહે છે, વિવક્ષિત ( અમુક ) દ્રવ્યની એક દેશથી જે અનભિજ્ઞતા હાય છે તેનું નામ દેશજ્ઞાન છે. વિવક્ષિત દ્રવ્યનું સરૂપે જ્ઞાન ન હોવું તેનું નામ સર્વજ્ઞાન છે, અને વસ્તુની વિવક્ષિત પર્યો. ચનું જ્ઞાન ન હાવું તેનું નામ લાવાજ્ઞાન છે. ા સૂ, પર્લ ॥
ધર્મકે સ્વરૂપકા નિરૂપણ
પહેલાના સૂત્રમાં મિથ્યાત્વનું વર્ણન કરવામાં આવ્યું અને ત્યાં મિથ્યાત્વને અધમ રૂપે પ્રકટ કરાયું છે. હવે સૂત્રકાર અધથી વિપરીત એવા ધર્મોનું નવ સૂત્રેા દ્વારા વર્ણન કરે છે—
સૂત્રાર્થ —ધમ ત્રણ પ્રકારના ક્દો છે–(૧) શ્રુનધમ, (૨) ચારિત્રધમ અને (૩) અસ્તિકાય. ધમ,ઉપક્રમ ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) ધાર્મિક ઉપક્રમ, (૨) અધાર્મિક ઉપક્રમ અને (૩) ધાર્મિકાધાર્મિક ઉપક્રમ, અથવા ઉપક્રમના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણુ કહ્યા છે-(૧) આત્માપક્રમ, (૨) પરાક્રમ અને (૩) તદુલયાપકમ. વૈયાવ્રુત્ય, અનુગ્રહ, અનુશિષ્ટ અને ઉપાલંભના પશુ ત્રણ ત્રણ મકારા ઉપક્રમના પ્રકારે પ્રમાણે જ સમજી લેવા. કથા ત્રણ પ્રકારની કહી છે–(૧) અકથા, (૨) ધર્મકથા અને (૩) કામકથા. વિનિશ્ચય ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) અર્થવિનિશ્ચય, (૨) ધર્માંવિનિશ્ચય અને (૩) કામવિનિશ્ચય,
ટીકાશ—હવે ધર્મના જે ત્રણ પ્રકારા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-શ્રુતરૂપ-શાસ્ત્રરૂપ જે ધમ છે તેને શ્રુતધર્મ કહે છે. શ્રુતધમાં સ્વાધ્યાયરૂપ છે. ઉત્તમ ક્ષમા આદિ જે દસ પ્રકારના શ્રમણધમ છે તેનું નામ ચારિત્રધમ છે. આ શ્રુતચારિત્રરૂપ બન્ને પ્રકારના જે ધમ છે તેને ભાવધમ કહ્યો છે. કહ્યું પણ છે કે-“ તુવિદ્દોર માયધમો ' ઇત્યાદિ——
અસ્તિકાય ધમ માં અસ્તિ પદ્મથી તેના પ્રદેશા ગ્રહણ કરાયા છે, તથા કાય પદ્મથી તેમની રાશિ ગ્રહણુ થઈ છે. સ’જ્ઞાની અપેક્ષાએ જે અસ્તિકાયરૂપ ધર્મ છે, તેનું નામ અસ્તિકાય ધમ છે. ગતિક્રિયામાં સહાયભૂત થવાના લક્ષણવાળું ધર્માસ્તિકાય છે. આ દ્રવ્યષમ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
७२