Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાલકના દૃષ્ટાંતથી એટલે કે ચકવર્તીના દષ્ટાંતથી આ વાત સમજાવી છે, “ દુર્લભ મનુષ્ય જન્મ પામીને જે જિનધર્મનું પાલન કરતા નથી, તે શું તું તારા આત્માને દુશમન છે. ” આ રીતે આત્માનો દુશ્મન ન બને, એવું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે. “ તે અનુચિત પ્રવૃત્તિ કરે છે, આ પ્રમાણે અન્યની અનુચિત્ત પ્રવૃત્તિને ઉપાલંભ કરે તેનું નામ પરપાલંભ છે. જેમકે–“રત્તમઝમુગો” ઈત્યાદિ. “હે વત્સ ! હે જીવ! તું ઉત્તમ કુળમાં જન્મે છે, ઉત્તમ ગુરુ પાસે તેં દીક્ષા લીધી છે, તું ઉત્તમ ગુણેથી યુક્ત છે, આ પરિસ્થિતિ હોવા છતાં તું આ પ્રકારની પાપપ્રવૃત્તિમાં અચાનક કેવી રીતે પડી ગયા ?”
પિતાની અને અન્યની પ્રવૃત્તિ અનુચિત હવાનું કથન કરવું તેનું નામ તદુભપાલંભ છે. જેમકે “ઘારણ રિશ નવિચર” ઈત્યાદિ, “શું કઈ પણ જીવ પિતાના જીવનને માટે અનેક જીવને દુઃખ પહોંચાડે, તો શું તેનું પોતાનું જીવન શાશ્વત (અવિનાશી) છે? એટલે કે મારે અને તમારે જરૂર એકવાર તે મરવાનું જ છે, તે શા માટે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ ?”
આ પૂર્વોક્ત પ્રકારે પ્રત્યેક પદમાં ઉપક્રમની જેમ ત્રણ ત્રણ આલાપક સમજવા. હવે સૂત્રકાર કથાના ભેદનું નિરૂપણ કરે છે-“તિવિહા જET” ઈત્યાદિ આય (આવક) નું પ્રતિપાદન કરવામાં તત્પર જે વાકયપ્રબંધ રૂપ રચના છે તેને કથા કહે છે. તેના ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે. (૧) ધનની જે કથા છે તેને અર્થકથા કહે છે. એટલે કે અર્થોપાર્જન અથવા અર્થોત્પાદનના કારણે રૂપ સવર્ણ આદિની કથાને કે ખેતીવાડીની કથાને અર્થકથા કહે છે. કહ્યું પણ છે કે “સામારિ ધાતુવા”િ ઈત્યાદિ. આ કથા કામદકાઘર્થશાસ્ત્રરૂપ છે. (૨) ધર્મના ઉપાયોનું પ્રતિપાદન કરનારી જે કથા છે તેને ધર્મકથા કહે છે. કહ્યું પણ છે કે-“સુથાવાનામાપુ” ઈત્યાદિ. આ ધર્મકથા ઉત્તરાધ્યયન આદિ સૂત્ર રૂપ છે. (૩) કામ (વાસના) ને વધારનારી જે કથા છે તેને કામકથા કહે છે. કહ્યું પણ છે કે-“જામોજાનાર” ઈત્યાદિ. વાસ્યાયન આદિ પ્રણત કામસૂત્રને કામકથારૂપ ગણી શકાય છે.
“વિવિ વિકિરણ” ઈત્યાદિ. વિશિષ્ટ નિશ્ચયનું નામ વિનિશ્ચય છે, એટલે કે સ્વરૂપના પરિજ્ઞાનનું નામ વિનિશ્ચય છે. તેને પણ અર્થ, ધર્મ અને કામરૂપ ત્રણ ભેદ પડે છે. (૧) અર્થના સ્વરૂપનું પરિણાન થવું તેનું નામ અર્થવિનિશ્ચય છે. જેમકે “કર્થીનામર્શને દુઃ” ઇત્યાદિ. (૨) ધર્મના સ્વરૂ પનું પરિજ્ઞાન થયું તેનું નામ ધર્મવિનિશ્ચય છે. જેમકે “ધનો પરાર્થના વર્ષ” ઈત્યાદિ. (૩) કામના સ્વરૂપનું પ્રરિજ્ઞાન કરવું તેનું નામ કામવિનિશ્ચય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૭૫.