Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આભરને જ્યારે તે કાન્તિરહિત થયેલા ભાળે છે, ત્યારે તેને સમજણ પડી જાય છે કે હવે અહીંથી મારું ચ્યવન થશે. તેમાં નિપ્રભતા ઔત્પાતિક હોય છે અથવા ચક્ષુમાં વિશ્વમ થવાને કારણે દેખાય છે. તે વિમાને વગેરેમાં તે નિષ્ણભતા સ્વાભાવિક હતી નથી. (૨) કલ્પવૃક્ષો પ્લાન થતાં દેખાય છે અને (૩) પિતાની શરીર-દીપ્તિરૂપ તેજલેશ્યા તેને નષ્ટ પામતી દેખાય છે. આ ત્રણે પ્રકારનાં ચિહ્નોને દેના ઓવનકાળે સદુભાવ રહે છે. તે કારણે પિતાનું જે ચ્યવન થવાનું છે તેને દેવ જાણું જાય છે કે હું પણ છે કે-“માચાર” ઈત્યાદિ. એ જ ત્રણ કારણને લીધે દેવે પરિતH (સંતાપયુક્ત) થાય છે.
નીચે દર્શાવેલાં ત્રણ કારણને લીધે દેવ ઉદ્વિ-મામાલિન્ય યુક્ત થાય થાય છે. તેને એ વિચાર આવે છે કે “ આ કેવા આશ્ચર્યની વાત છે કે આ પ્રત્યક્ષ રહેલી તથા મારી સમીપે વર્તમાન (વિદ્યમાન ) એવી જે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવપ્રભાવ આદિને મેં લબ્ધ કર્યા છે, પ્રાપ્ત કર્યા છે અને અભિસમન્વાગત (સ્વાધીન) કર્યા છે. તેમને છેડીને મારે આ દેવકમાંથી અને આ દેવપર્યાયમાંથી શ્રુત થવું પડશે.”
દેવના ઉદ્વેગનું બીજું કારણ આ પ્રમાણે છે-તેને એ વિચાર આવે છે કે “ અરે! આ કેવા દુઃખની વાત છે કે અહીંથી તિર્યશ્લોકમાં જઈને મારે કોઈ નિયમાતાના ગર્ભમાં રહેવું પડશે. ત્યાં મારે ગર્ભમાં માતાના આર્તવ (રજ) અને પિતાના શુકને તથા એ બનેની સાથે સંસ્કૃષ્ટ-સંશ્લિષ્ટ (એક રૂપ થયેલા) અશુચીરૂપ આહારને સર્વ પ્રથમ (પ્રથમ સમયમાં જ) શરીરનિર્માણ નિમિત્તે ગ્રહણ કરવું પડશે.”
તે દેવને ઉગનું ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-“અહો ” ઈત્યાદિ–
તેને એ વિચાર આવે છે કે “મારે જનનીના ઉદરગત શેણિત આદિ અશુચિ દ્રવ્યના સમૂહરૂપ કલમલ રૂપકાદવથી ભરેલી એવી ગર્ભસ્થાનરૂપ જગ્યામાં, કે જે બિલકુલ અપવિત્ર થયેલી છે અને જ્યાં એક સમય પણ રહેવાનું ન ગમે એવી છે, ત્યાં રહેવું પડશે. આ વિષયને અનુલક્ષીને બે ગાથાઓ આપી છે-“રેવા વિ ટેવો” ઈત્યાદિ. આ પ્રકારનાં ત્રણ કારણોને લીધે દેવને ઉદ્વેગ થાય છે. સૂ. પરા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૫૧.